ગુરુવાર સવારે હાર્દિક પટેલ વ્હિલચેર પર લઈ જવામાં આવ્યા હતા. સોલા સિવિલ હોસ્પિટલના આસીટન્ટ પ્રોફેસર ડો.પ્રવિણ સોલંકીએ મેડિકલ ચેકઅપ બાદ હાર્દિકની કિડની અને લિવરને ગંભીર અસર પહોંચી રહ્યાનું જાહેર કરવામાં આવ્યું હતું. હોસ્પિટલની ટીમ છાવણીને તૈનાત કરી દેવામાં આવ્યું છે.
2/4
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસને પગલે ચાલી શકતો નથી. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તેને વ્હિલચેર પર જવું પડે છે અને મિત્રોની મદદ લેવી પડી રહી છે.
3/4
હાર્દિક પટેલ ઉપવાસને પગલે અશક્તિ અનુભવી રહ્યો છે અને પેટમાં દુઃખાવો થઈ રહ્યો હોવાની ફરિયાદ કરી રહ્યો છે. ત્યારે સોલા સિવિલ હોસ્પિટલની મેડિકલ ટીમે મેડિકલ ચેકઅપ બાદ તેને હોસ્પિટલાઈઝ્ડ થવાની સલાહ આપી હતી.
4/4
અમદાવાદ: પાસ કન્વીનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 14મો દિવસ છે. સરકારને 24 કલાકના અલ્ટીમેટમ આપ્યા બાદ સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળતાં હાર્દિકે ગઈકાલે સાજે ફરી જળત્યાગ કર્યો છે. આ વચ્ચે સોલા સિવિલ હોસ્પિટલની ટીમે હાર્દિક પટેલના મેડિકલ ચેકઅપ માટે પહોંચી હતી. ડોક્ટરે તેને હોસ્પિટલાઈઝ્ડ થવાની સલાહ પણ આપી છે.