તેમણે ટ્વીટમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, અઢાર દિવસથી અમારી સાથે ગુનેગારો જેવું વર્તન થઈ રહ્યું છે. ડીસીપીએ અમારા લોકોને કહ્યું કે, આજે હરીશ રાવતજીને પણ ચેક કરીને અંદર જવા દેવાશે.
2/4
અમદાવાઃ છેલ્લા 16 દિવસથી ગ્રીનવૂડ ખાતે ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલે ટ્વીટ કરીને તેમને મળવા આવતાં લોકોને પોલીસ મા-બહેનની ગાળો આપતાં હોવાનો આક્ષેપ લગાવ્યો છે. નોંધનીય છે કે, ગઈ કાલે તેના ભાઈ રવિને પોલીસે રોકતાં હાર્દિક ગેટ પર પહોંચી ગયો હતો અને તેના પરિવારને ન રોકવા જણાવી પોલીસને તતડાવી નાંખી હતી.
3/4
હાર્દિક પટેલે તો ટ્વીટમાં એવો પણ આક્ષેપ લગાવ્યો છે કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહે ડીસીપી રાઠોડને બધી મર્યાદા વટાવવાની અનુમતી આપી છે. આ અગાઉ હાર્દિકે અન્ય એક ટ્વીટમાં લખ્યું છે કે, અમદાવાદ ડીસીપી રાઠોડ અમારા આંદોલનકારીઓને કહે છે કે, તમે આતંકવાદી છો. આ ડીસીપી રાઠોડ પ્રદીપસિંહના ખાસ છે.
4/4
હાર્દિક પટેલે ટ્વીટ કર્યું છે કે, ઉપવાસની છાવણી પર લોકોને રોકવા માટે ડીસીપી રાઠોડે તમામ હદો વટાવી દીધી છે. અમારા આંદોલનકારીઓને મા-બહેનની ગાળો આપે છે. ખાખીની મર્યાદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.