શોધખોળ કરો

ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન

આણંદ જિલ્લાના ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું નિધન થયું છે.  આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન છે.

આણંદ:  આણંદ જિલ્લાના ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું નિધન થયું છે.  આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન છે. ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન થયું છે.  તેઓ બે ટર્મથી ધારાસભ્ય છે.  ગોવિંદભાઈ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય હતા. અનેક સામાજીક કાર્યોમાં  પણ  સક્રિય હતા. તેમના નિધનથી ભાજપમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.

નિધનના સમાચાર મળતા ભાજપા નેતાઓ અને અગ્રણીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.  ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું આણંદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. 

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને ગોવિંદભાઈ પરમારના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું કે, ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારના દુઃખદ અવસાનના સમાચાર સાંભળી હૃદય દ્રવી ઉઠ્યું. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને શોકગ્રસ્ત પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

તેઓ એક ટર્મ અપક્ષ તરીકે ધારાસભ્ય રહેલા 2 ટર્મ ભાજપમાંથી જીત્યા હતા.  શંકરસિંહ વાઘેલાની સરકારમાં કૃષિ મંત્રી હતા.  ત્યારબાદ ભાજપમાં વિધિવત 2017 માં જોડાયા હતા. ભાજપે  ટિકિટ આપતા તેઓ જીત્યા અને પુનઃ ભાજપે  2022 માં ટિકિટ આપી તેઓ  જીત્યા હતા. 

હૃદયરોગનો હુમલો આવ્યો

ગોવિંદભાઈ પરમારને વહેલી સવારે અચાનક તબિયત બગડતાં હૃદયરોગનો હુમલો આવ્યો હતો. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે આણંદ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ગોવિંદભાઈ પરમાર હાલ 15મી ગુજરાત વિધાનસભામાં ઉમરેઠ બેઠક પરથી ધારાસભ્ય હતા. 

ગુજરાત સરકારમાં મંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા હતા

રાજકારણમાં ગોવિંદભાઈ પરમારે લાંબા સમયથી સક્રિય ભૂમિકા ભજવી હતી. તેઓ ગુજરાત સરકારમાં મંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા હતા. તેઓ પોતાના સરળ સ્વભાવ અને   સામાજીક કાર્યો માટે જાણીતા હતા. પોતાના વિસ્તારના લોકો સાથે સતત સંપર્કમાં રહેતા અને તેમની સમસ્યાઓના ઉકેલ માટે પ્રયાસ કરતા હતા.

ટોપ સ્ટોરી

Gandhinagar Election Live: ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન શરુ
Gandhinagar Election Live: ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન શરુ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત
SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
Embed widget