હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દીવ સહિત કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ આજે થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
2/7
વહેલી સવારથી જ અમદાવાદમાં અચાનક વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સામાન્ય રીતે લોકોને વરસાદના કારણે હાલાકી પડે છે છતાં અમદાવાદમાં વરસાદ થાય તેવી પ્રાર્થનાઓ કરાઈ રહી છે.
3/7
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાંથી હજુ પાણી પણ ઉતર્યા નથી અને ફરી વરસાદની આગાહી કરવાને લઈને લોકોની ચિંતા વધી ગઈ છે. હવામાન વિભાગ દ્વારા ફરી દક્ષિણ ગુજરાતના દાહોદ, પંચમહાલ, તાપી અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
4/7
અમદાવાદઃ છેલ્લા અઠવાડિયામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારોમાં થયેલા ભારે વરસાદ બાદ મેઘરાજાએ ગુજરાતમં વિરામ લીધો હતો. જોકે ફરી આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આજે વહેલી સવારથી જ અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ શરૂ થયો હતો.
5/7
આ દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર, દીવ, કચ્છના કેટલાંક વિસ્તારો અને અન્ય કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં સવારથી જ કાળા વાદળો ઘેરાયેલા હતા.
6/7
24 અને 25મી તારીખ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, સુરત, ભરૂચ અને નર્મદા સહિત અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
7/7
15 દિવસ પહેલા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં થયેલા ભારે વરસાદના કારણે રેલવે અને હવાઈ યાત્રાને અસર પડી હતી હવે ફરી એક વખત દક્ષિણના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.