ઘણાં લોકો HSRP જેવી જ દેખાતી નંબર પ્લેટ ફીટ કરાવી વાહનો ફેરવે છે. વાહનવ્યવહાર વિભાગના નવા ફતવા પ્રમાણે HSRP જેવી જ દેખાતી આ નંબર પ્લેટો લગાવવી ગેરકાયદેસર છે અને આવી નંબર પ્લેટ લગાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
2/7
રાજયના વાહન વ્યવહાર કમિશનરે રાજયનાં તમામ વાહનોમાં છ માસની સમયમર્યાદામાં HSRP નંબર પ્લેટ ફરજિયાત લગાવવા માટે આદેશ કર્યો છે પણ આ પ્લેટની ગુણવત્તા સુધારવા માટે કોઈ પગલાં લેવાતાં નથી તેથી વાહન ચાલકોમાં ભારે આક્રોશ છે.
3/7
અમદાવાદઃ રાજયમાં નવા નોંધાતા ટુ વ્હીલર સહિતનાં તમામ વાહનો માટે હાઈ સિકયોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) ફરજિયાત કરવાના ફતવાના પડઘા શમ્યા નથી ત્યાં હવે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે નવો ફતવો બહાર પાડ્યો છે.
4/7
વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓની દલીલ છે કે ઘણા લોકો HSRP નંબર પ્લેટ લગાવ્યા બાદ તે કઢાવી નાંખી ફેન્સી નંબર પ્લેટ લગાવે છે. ઘણા લોકો HSRP જેવી જ દેખાતી અનાધિકૃત નંબર પ્લેટ પણ લગાવી ફરતા હોવાનું જાણવા મળ્યું છે તેથી આ નિર્ણય લેવાયો છે.
5/7
રાજયમાં નવા નોંધાતા વાહનોમાં HSRP નંબર પ્લેટ ફરજિયાત લગાવવાનો કાયદો અમલમાં મૂકાયો છે અને તમામ નવા નોંધાતા વાહનોમાં HSRP નંબર પ્લેટ ફીટ થાય ત્યારબાદ જ તેમને આરસી બુક આપવામાં આવે છે તેથી ફરજિયાત HSRP લગાવવી પડે છે.
6/7
મોટા ભાગના કિસ્સામાં HSRPના આંકડા ભૂંસાઈ જાય છે તેથી વાહન ચાલકો HSRP જેવી જ નંબર પ્લેટ લગાવે છે કે જેથી ટ્રાફિક પોલીસ પકડે ત્યારે નંબર પ્લેટ માટે દંડ ન થાય. હવે નવા ફતવા પ્રમાણે હલકી કક્ષાની નંબર પ્લેટ સરકાર લગાવે તેનો દંડ વાહન ચાલકે ભોગવવો પડશે.
7/7
આ આદેશ પ્રમાણે હવે HSRP જેવી દેખાતી અનાધિકૃત નંબર પ્લેટ લગાવનાર વાહન માલિકો સામે પોલીસ કેસ કરીને FIR દાખલ કરાશે અને આ ગુના માટે તેમને જેલની સજા પણ થઈ શકે છે. આ ફતવો વાહન ચાલકો માટે ભારે મુશ્કેલી સર્જશે.