કમલે જણાવ્યું હતું કે, નામ જોગ પેપરમાં આવશે તેમ કહી ડિસેમ્બર મહિનામાં ફરી છાપ્યું હતું. આ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં તે બન્ને ધરપકડ કરવામાં આવી હતી. ધર્મીષ્ઠા પેપરના તંત્રી છે અને કમલ આશરે 50 જેટલી ગુજરાતી ફિલ્મમાં વિલન તરીકે કામ કરી ચૂક્યો છે.
2/4
ત્યાર બાદ વિશાલસિંહ બદનામ થવા ન માંગતા હોવાથી 5,000 આપી દીધા હતાં. જોકે બીજી વખત પૈસા માટે ફોન ધર્મીષ્ઠા પંડ્યાનો આવતા તેને પૈસા આપવાની ના પાડી દીધી હતી. તેથી તેણે એક વખત મસાજ પાર્લર વિશે છાપ્યું હતું.
3/4
શહેરના ઈસનપુર પ્રેરણા સોસાયટીમાં રહેતા વિશાલસિંહ ભરતસિંહ ઝાલા વસ્ત્રાલ યુનિસેક્સ સ્પા લુન નામથી બોડી મસાજ મેલ અને ફીમેલ સ્પા ચલાવે છે. આ દરમિયાન સપ્ટેમ્બર 2018માં તેના સ્પા સેન્ટર પર ક્રાઈમ ફરિયાદ સાપ્તાહિક પેપરના માલિક ધર્મીષ્ઠા પંડ્યા અને તમના પતિ કમલ પંડ્યા પત્રકાર તરીકેની ઓળખ આપી સ્પામાં ગેરકાયદે દેહવ્યાપારનો ધંધો ચાલે છે તેમ કહી આ બહાર ન પાડવું હોય તો દર મહિને 5,000 રૂપિયા આપવા પડશે.
4/4
અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાલમાં યુનિસેક્સ સ્પા લુન નામથી બોડી મસાજનો વેપાર કરતાં વિશાલસિંહની બળજબરીથી 5,000 કઢાવી લેવાની ફરિયાદમાં ક્રાઈમ ફરિયાદ નામના સાપ્તાહિકના તંત્રી ધર્મીષ્ઠા પંડ્યા અને તેના પતિ કમલની ધરપકડ રામોલ પોલીસે કરી હતી. ધર્મીષ્ઠાના પતિ કમલ આશરે 50 જેટલી ગુજરાતી ફિલ્મોમાં વિલનનો રોલ કર્યો હોવાનું પોલીસની પુછપરછમાં બહાર આવ્યું હતું. જોકે વિશાલસિંહ સામે પણ બે ફરિયાદો રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે.