આ કેમ્પેઇન વિશે વાત કરતા શેષગિરી(સુકેશ) માલિવાહે જણાવ્યું હતું કે રામાદાન અને ઓણમ કેમ્પેઇનમાં અમને મળેલી સફળતા પછી ગુજરાતમાં આ નવું ઉત્સાહજનક પગલું ભરતા અમે ગર્વ અનુભવીએ છીએ. આ કેમ્પેઇન સાથે અમારા વફાદાર ગ્રાહકો સુધી પહોંચીને દિવાળીના તહેવાર દરમિયાન તેમના ચહેરા પર સ્મિત ફરકાવવાનો અમારો હેતુ છે.
2/4
અભિનેત્રી કિયારા અડવાણીએ કહ્યું હતું કે આ કેમ્પેઇન તેમજ મનીગ્રામ સાથે જોડાવા મળ્યું હોવાનો મને આનંદ છે. દિવાળી કેમ્પેઇન ‘રીસીવ એન્ડ વિન’ એ એક આવકારદાયક પગલું છે. જેના દ્વારા ગ્રાહકોને મોટા અને આકર્ષક ઈનામો જીતવાની તક મળશે. દિવાળી એ ઉજવણીની મોસમ છે અને આ કેમ્પેઇન તેમની ઉજવણીનો આનંદ વધારે છે. મનીગ્રામનું દિવાળી-2016 કેમ્પેઇન ઉત્તરપ્રદેશ, બિહાર અને ગુજરાત સહિત બીજા ત્રણ રાજ્યોમાં પણ લોન્ચ કરવાની યોજના છે. આ કેમ્પેઇન વિશેની વધુ જાણકારી મનીગ્રામ ડોટ કોમ પરથી મળી રહેશે.
3/4
મનીગ્રામ એ ટોચની મની ટ્રાન્સફર કરતી કંપની છે જે ટ્રેડિશનલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન દ્વાર પૂર્ણ સેવા પ્રાપ્ત નહી થતી હોવાની ફરિયાદ કરતા ગ્રાહકોને જરૂરી એવી સેવા પૂરી પાડે છે. 200 દેશો તેમજ ટેરિટરીઝમાં 3,50,000 એજન્ટ ધરાવતા ગ્લોબલ નેટવર્ક દ્વારા મની ટ્રાન્સફર સુવિધા પૂરી પાડે છે જેમાં રીટેલર, ઇન્ટરનેશનલ પોસ્ટ ઓફિસ અને બેન્કો સામેલ છે. આ ઉપરાંત મનીગ્રામ ચુનંદા માર્કેટ્સમાં સુવિધા, મનીઓર્ડર ઇશ્યુ કરવા તેમજ ઓફિશિયલ ચેક પ્રોસેસ કરવા જેવી સુવિધા પણ પૂરી પાડે છે. વધુ માહિતી માટે સંપર્ક કરો: અંકિત શાહ, કોન્સેપ્ટ પીઆર, (મો.) 9998123728
4/4
અમદાવાદઃ વૈશ્વિક સ્તરે ઇનોવેટિવ મની ટ્રાન્સફર સેવા પૂરી પાડનારા મનીગ્રામ (એનએએસડીએક્યુઃ એમજીઆઇ) એ આજે બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણીની હાજરીમાં શહેરની હોટલ ક્રાઉન પ્લાઝામાં તેના ‘દિવાળી 2016 કેમ્પેઇન’ની જાહેરાત કરી હતી. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મનીગ્રામે તેના ગ્રાહકોમાં ઉત્સાહ વધારવા, ખાસ કરીને ગુજરાતમાં જાહેર કરેલું ‘દિવાળી કેમ્પેઇન 2016’ 30 સપ્ટેમ્બરથી 30 ઑક્ટોબર સુધી ચાલશે. આ દરમિયાન જાહેર કરેલા 15 ઇનામોમાં પાંચ મોટર બાઇક, પાંચ સ્માર્ટફોન તેમજ પાંચ સોનાના સિક્કા જીતવાની તક મળશે.