અમદાવાદઃ સરકાર દ્વારા નવરાત્રિના વેકેશનની જાહેરાત બાદ રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના શૈક્ષણિક કેલેન્ડરમાં બદલાવ કરાયો છે. જેના સંદર્ભે 10 થી 17 ઓક્ટોબર દરમિયાન સાત દિવસનું નવરાત્રિનું વેકેશન રહેશે.
2/3
સરકાર દ્વારા બાળકો નવરાત્રિમાં સારી રીતે ગરબા માણી શકે અને પોતાની પરંપરા જાણે તે માટે લેવાયો છે. નવરાત્રિ દરમિયાન સ્કૂલોમાં વિદ્યાર્થીની સંખ્યા પણ ઓછી જોવા મળતી હતી. તેથી બાળકોને ગરબામાં સ્કૂલોના સમયમાંથી સ્વતંત્રતા મળી રહી છે.
3/3
5 થી 18 નવેમ્બર દરમિયાન 14 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાયું છે. આ સાથે જ 19 નવેમ્બરથી નવા સત્રની શરૂઆત થશે.