શોધખોળ કરો
ટ્રાફિકની કામગીરી માટે સન્માન કરવા ગયેલા હીરાના વેપારીઓને અમદાવાદના પોલિસ કમિશ્નરે શું કહ્યું ? જાણો વિગત

1/3

કમિશનરે વધુમાં કહ્યું કે, તમે તમારા રત્નકલાકારો જેની પાસે વાહનો છે તેમને પાર્કિંગ ક્યાં કરવું તેની સમજ આપો. તેમને ટ્રાફિક નિયમન માટે કટિબદ્ધ બનાવો. ત્યારે હું પોતે ત્યાં આવી આપનું સન્માન કરીશ.’
2/3

સમ્માન કરવા ગયેલા ડાયમંડ સોસિએશન વિવેકાનંદના પ્રમુખને કમિશનરે કહ્યું કે, મેં મારી ફરજ પૂરી કરી છે. તમે તમારા કર્મચારીઓને ટ્રાફિકના નિયમનોનું પાલન કરતા શીખવશો અને ટ્રાફિગ નિયમ અંગે જાગૃત કરશો ત્યારે હું તમારું સન્માન કરવા આવીશ.’
3/3

અમદાવાદ: શહેરના ટ્રાફિક સમસ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટની આકરી ઝાટકણી બાદ શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે. અને ટ્રાફિક ઝૂંબેશ શરુ કરી દીધી હતી. આ કામગીરીથી ખુશ થઈને બાપુનગર ડાયમંડ એસોસિએશન વિવેકાનંદના પ્રમુખ નરિસંહ પટેલ તેમના સભ્યો સાથે શનિવારે પોલીસ કમિશનર એ.કે. સિંઘનું સન્માન કરવા તેમની ઓફિસ પહોંચ્યા હતા.
Published at : 05 Aug 2018 11:04 AM (IST)
View More
Advertisement