આ સાથે મોસમનો કુલ 26.70 ટકા વરસાદ નોંધાયો છે. જ્યાં વરસાદના અભાવે ખેતી નિષ્ફળ જાય તેવો ભય હતો ત્યાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહીં છે.
2/6
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં મેઘો વરસી રહ્યો છે. શુક્રવારે રાજ્યના 82 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.
3/6
ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહીમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. તેમજ વલસાડ, સુરત, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તથા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
4/6
હવામાન વિભાગે જણાવ્યું છે કે, અપર એર સાયક્લોનિક સર્જાતા ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદનું પ્રભુત્વ વધવાની પૂરી સંભાવના છે. આગામી પાંચ દિવસ રાજ્યના વિવિધ સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
5/6
આ ઉપરાંત 15-16 જુલાઈના રોજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરના કારણે સિસ્ટમ વધુ મજબૂત થતાં માછીમારોને પણ આગામી 24 કલાક દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
6/6
અમદાવાદઃ હાલ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ ચાલી રહી છે. હવમાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદ વરસાવતી સિસ્ટમ વધુ મજબૂત થતાં આગામી 24 કલાકમા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.