શોધખોળ કરો
અમદાવાદ સહિત ગુજરાતમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ, જાણો ક્યાં-ક્યાં છે આગાહી

1/6

આ સિવાય 26મી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સમાન્ય વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે કહ્યું છે.
2/6

નોંધનીય છે કે, હવામાન વિભાગે ગુજરાતમાં વિવિધ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, દમણ, વલસાડ, નવસારી, સુરત અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
3/6

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યા બાદ મેઘરાજાની સવારી ઉત્તર અને મધ્ય ગુજરાત તરફ આવી પહોંચી છે જેમાં વડોદરામાં ફરી એક વખત તોફાની વરસાદ નોંધાતા નીચાંણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ગાંધીનગરમાં વરસાદ બાદ વાતાવરણ રમણીય નજારો જોવા મળ્યો છે. વરસાદના કારણે વહેલી સવારમાં ચાલવા નીકળતા લોકોની સંખ્યા પણ બહુ ઓછી જોવા મળી હતી.
4/6

આ તરફ વડોદરામાં રાત્રે પડેલા ધમધોકાર વરસાદના લીધે ઠેર-ઠેર પાણી ભરાઈ જવાની તકલીફ સર્જાયેલી જોવા મળી હતી. આ તરફ ગાંધીનગરમાં પણ વહેલી સવારથી ધીમી-ધારે વરસાદ થયો હતો.
5/6

ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જેના પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આગાહીને લઇ અમદાવાદમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
6/6

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છુટોછવાયો વરસાદ શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં વરસાદની જે રીતે આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તેમાં આંશિક રાહત જોવા મળી છે. જોકે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.
Published at : 25 Jul 2018 09:11 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
