અમદાવાદઃ ક્રાઇમ બ્રાન્ચની સાયબલ સેલે વસ્ત્રાપુર-બોડકદેવમાંતી એક કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. મોર્ય અટીરીયા કોમ્પ્લેક્ષમાં અમરેકીન પબ્લિકને લુંટતું આ કોલ સેન્ટર પકડાયું છે. પોલીસે છ યુવતીઓ સહિત 19 આરોપીઓની ચાર લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.
2/7
અમદાવાદ સાયબર સેલે આ 19 આરોપીઓને ઝડપી 34 CPU, 21 મોબાઈલ, 3 લેપટોપ અને 4 હાર્ડડિસ્ક કબ્જે કરવામાં આવી છે. જ્યારે 100 કરોડથી વધુનું ટર્ન ઓવર થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
3/7
4/7
5/7
અમદાવાદ સાયબર સેલે ગેરકાયદેસર ચાલતા ઈન્ટરનેશનલ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કોલ સેન્ટર કૌભાંડનો મુખ્ય આરોપી હિતેન્દ્ર ઉર્ફે હિતેશ દાવડા છે. જે ઈંગ્લીશ પર પ્રભુત્વ ધરાવતા લોકોને ટ્રેનિંગ આપી નોકરી માટે હાયર કરતો હતો.
6/7
આ ટ્રેન કર્મીઓ દ્વારા IRS , હોમ લૉન કે ઇન્સ્યોરન્સ આપવાના બહાને ઠગાઇ કરવામાં આવતી હતી. ઝાળમાં ફસાયેલા લોકો પાસેથી ચુકવણી સહિત પેનલ્ટીનાં નામે છેતરપીંડી કરતા હતા. તેઓ આઈ ટ્યુન વોલેટ મારફતે રૂપિયા એકઠા કરી હવાલાથી રૂપિયાની હેરાફેરી કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે.