શોધખોળ કરો
હાર્દિકના ઉપવાસનો આજે 14મો દિવસ: નરેશ પટેલ અને રૂપાણી વચ્ચે થઈ શકે છે મુલાકાત?
1/4

નરેશ પટેલ હાર્દિકની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે હાર્દિક પટેલે એક ટ્વિટ કરીને કહ્યું છે કે, તેણે કોઈને પણ વ્યક્તિગત રીતે મધ્યસ્થી કરવાનું કહ્યું નથી. હાર્દિકે લખ્યું છે કે, મેં વ્યક્તિગત કોઈને મધ્યસ્થી કરવાનું કહ્યું નથી. આ આંદોલન છે અને કોઈ પણ વ્યક્તિ આંદોલનના મુખ્ય મુદ્દાઓનું સમાધાન કરી શકે છે. હું સમાજના તમામ આગેવાન અને સંસ્થાનું સન્માન કરું છું. હું આંદોલનકારી છું, મારે ફક્ત મુદ્દાઓ સાથે મતલબ છે. છેલ્લા ત્રણ વર્ષથી સમાજના આગેવાનો મધ્યસ્થી કરી રહ્યા છે.
2/4

નરેશ પટેલ હાર્દિક પટેલને મળવા માટે રાજકોટથી અમદાવાદ આવવા માટે નિકળી ગયા છે. જ્યાં તમામ મુદ્દાઓ પર હાર્દિક સાથે ચર્ચા કરવામાં આવશે. વિજય રૂપાણી અને નરેશ પટેલની આજે મુલાકાત થશે અને હાર્દિકના મુદ્દાઓ પર ચર્ચા કરશે. જોકે આ પહેલા નરેશ પટેલે એવું કહ્યું હતું કે, જો માંગણીઓ યોગ્ય હશે તો જ સરકાર સાથે મધ્યસ્થી કરીશ.
Published at : 07 Sep 2018 11:22 AM (IST)
View More





















