અમદાવાદમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા કેટલાંક ઠેકાણે પોઈન્ટ ઓફ સેલ (પીઓએસ) મશીન મૂકાયાં છે. એસબીઆઈની વસ્ત્રાપુર બ્રાંચમાં પોઈન્ટ ઓફ સેલ (પીઓએસ) મશીન છે. બેંકનાં એક કર્મચારી બહાર જ બેઠાં હોય છે. તમે કાર્ડ સ્વાઈપ કરો એટલે એ તરત અંદરથી તમને રોકડ લાવીને આપી દે છે.
2/4
સામાન્ય સંજોગોમાં સ્વાઈપ મશીનથી મોટી રકમ મેળવી શકાય છે પણ અત્યારના સંજોગોમાં સ્વાઈપ મશીનથી એક ગ્રાહકને 2000 રૂપિયાની ચલણી નોટો આપવામાં આવે છે. એક પોઈન્ટ ઓફ સેલ (પીઓએસ) મશીન સિસ્ટમથી બે લાખ રૂપિયા સુધીની રોકડના વ્યવહારો થઈ શકે છે તે જોતાં 100 ગ્રાહકોને રોકડ આપી શકાય.
3/4
પોઈન્ટ ઓફ સેલ (પીઓએસ)નો ઉપયોગ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને કરી શકાય છે. પોઈન્ટ ઓફ સેલ (પીઓએસ) મશીન બેંકના સીનિયર અધિકારી પાસે હોય છે. સીનિયર અધિકાર પાસે રોકડ રકમ પણ હોય છે. ગ્રાહક પોતાનું ડેબિટ કાર્ડ સ્વાઈપ કરે કે તરત જ અધિકારી તેને એટલી રકમની નોટો આપી દે છે.
4/4
અમદાવાદ: કેન્દ્ર સરકારે રૂપિયા 500 અને 1000ની નોટ રદ કર્યા બાદ લોકો ચલણમાં હોય તેવી નોટો મેળવવા દોડધામ કરી રહ્યા છે ત્યારે બેંકોએ લોકોને રોકડ રકમ આપવા માટે નવી વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થાનું નામ છે, પોઈન્ટ ઓફ સેલ (પીઓએસ) અને તેની મદદથી ગ્રાહક તરત જ રોકડ રકમ મેળવી શકે છે.