હવે ગુજરાતમાં ચૂંટણીને લઇને એક વર્ષથી ઓછો સમય છે ત્યારે અમિત શાહ પાસે ઓછો સમય રહેશે. ગુજરાતને આરએસએસની લેબોરેટરી માનવામાં આવે છે ત્યારે તેને ગુમાવવું પરવડી શકે તેમ નથી. જો અમિત શાહને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે તો કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી જે.પી નડ્ડા અથવા તો પાર્ટી જનરલ સેક્રેટરી રામ માધવને પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે.
2/8
આરએસએસના સૂત્રોના કહેવા પ્રમાણે, આનંદીબેનના અનુગામી તરીકેના દાવેદારોમાં અમિત શાહ સૌની પસંદ માનવામાં આવી રહ્યા છે. દિલ્લી, પશ્વિમ બંગાળ, તમિલનાડુમાં મળેલી હાર બાદ ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં બીજેપી પાસે ઘણી ઓછી તકો છે. આરએસએસની ટોચની નેતાગીરી અમિત શાહને ઉત્તરપ્રદેશની ચૂંટણીને લઇને હટાવવા નથી માંગતી. પણ આરએસએસના ટોચના નેતાઓનું માનવું છે કે ગુજરાતમાં હાલમાં ચાલી રહેલા દલિત અને પાટીદાર આંદોલનને સમાવવા માટે અમિત શાહ ટ્રબલશૂટર સાબિત થઇ શકે છે.
3/8
દલિતોની નારાજગી દૂર કરવા માટે આરએસએસ ઉનામાં સામાજિક સદભાવના સંમેલન યોજવા જઇ રહ્યું છે. આરએસએસના મીડિયા ઇન્ચાર્જ વિજય ઠાકરેએ જણાવ્યુ હતું કે, અમે સમાજો વચ્ચે સદભાવના વધે તે માટે અમે આ આયોજન કર્યું છે. તેમણે કહ્યું કે દલિતો હિન્દુથી અલગ નહીં પણ તેનો જ એક ભાગ છે. ઉનાના સંમેલનમાં આરએસએસ વેસ્ટ ઝોનના ઇન્ચાર્જ ડોક્ટર જયંતિ ભાડેસિયા, આરએસએસના રાજ્યવડા મુકેશ મલકન સહિત સૌરાષ્ટ્રના ડઝનેક સંતો પણ હાજર રહે તેવી સંભાવના છે.
4/8
આરએસએસ માટે સૌથી મોટી ચિંતા મુસ્લિમો દ્ધારા દલિત આંદોલનને કરાયેલા સમર્થનની છે. સંઘ દલિતો હિન્દુનો એક ભાગ માને છે તેવામાં દલિત વોટ બેન્કમાં ધ્રુવિકરણ થાય તે આરએસએસને માન્ય નહીં હોય. હંમેશાથી દલિત વોટબેન્કને કોગ્રેસની વોટબેન્ક માનવામાં આવે છે.
5/8
દલિત અને પાટીદાર આંદોલનને કારણે ભાજપને ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી હારનો સામનો કરવો પડી શકે છે તેવું સર્વેમાં સ્પષ્ટ રીતે ઉપસી આવે છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે આદીવાસીઓ પણ સરકારી નોકરીઓ અને જમીન ફાળવવા મુદ્દે આંદોલન કરવા કમર કસી લીધી છે. આરએસએસએ આવો કોઇ પણ સર્વે કરાવ્યો હોવાની વાતનો ઇનકાર કર્યો હતો.
6/8
આરએસએસના અગાઉના સર્વેમાં જાણવા મળ્યુ હતું કે, પાટીદાર આંદોલનને કારણે રાજ્યમાં ડિસેમ્બર 2015માં યોજાયેલી પંચાયતી ચૂંટણીમાં ઘણુ નુકશાન થયું હતું. ભાજપે ગ્રામીણ વિસ્તારોમાં કેટલીક બેઠકો ગુમાવી હતી જ્યારે શહેરી વિસ્તારોમાં પોતાની પક્કડ બનાવી રાખી હતી.
7/8
ઉનાકાંડ઼ બાદ કરવામાં આવેલા ભાજપ અને આરએસએસના આંતરિક સર્વેમાં જાણવા મળ્યુ હતું કે જો હાલમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવે તો ભાજપને 182માંથી 60થી65 બેઠકો મળી શકે છે. આ સર્વે ઉના કાંડના બે સપ્તાહમાં યોજવામાં આવ્યો હતો. સર્વેમાં જાણવા મળ્યુ હતું કે આ ઘટના બાદ હિન્દુ વોટોમાં ધ્રુવિકરણ થયા બાદ દલિતો ભાજપથી દૂર થઇ રહ્યા છે.
8/8
ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસોમાંથી ગુજરાતમાં ચાલી રહેલા દલિત આંદોલનને કારણે આરએસએસ ભાજપથી નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉનામાં ગોમાંસને લઇને દલિતો પર કરવામાં આવેલા અત્યાચાર બાદ દલિતોનો ગુસ્સો ભાજપ પ્રત્યે ફાટી નીકળ્યો છે તેને જોતા અગાઉ પાટીદારો અને હવે દલિતો પણ ભાજપથી દૂર થઇ જતાં આરએસએસ ચિંતામાં છે. આનંદીબેનના રાજીનામા બાદ 2017માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આરએસએસ દલિતો અને પાટીદારોને શાંત કરીને ફરીથી ભાજપમાં ભેળવી શકે તેવા મુખ્યમંત્રીને ઇચ્છે છે.