સરકારી વકીલે દલીલ કરી કે ત્રણ વર્ષ દરમિયાન અલેપશ કોના સંપર્કમાં હતો. અલ્પેશના મોબાઈલ વાતચીતમાં રાજયમાં વાતાવરણ ડોહળાય તેવા ઉચ્ચારણો હતા કે નહી. તો સામા પક્ષે બચાવ પક્ષ ના વકીલે પણ પોતાની દલીલ રજુ કરી બને પક્ષ ની દલીલ સાંભળયા બાદ કોર્ટે 4 દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા છે.
2/3
અમદાવાદ: 25 ઓગસ્ટ 2015ના અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભડકાઉ ભાષણ કરવા બદલ રાજદ્રોહના ગુનામાં ક્રાઇમબ્રાન્ચે પાસના સભ્ય અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી હતી. અલ્પેશ કથીરિયાને અમદાવાદ જજના નિવાસ સ્થાને રજૂ કરવામાં આવ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચ તરફથી 14 દિવસ ના રિમાન્ડની માંગણી કરવામાં આવતા અલ્પેશને 4 દિવસના રીમાન્ડ પર સોંપવા આદેશ આપ્યો છે.
3/3
પોલીસે રજૂઆત કરી કે, આરોપી પહેલાથી પાસના સભ્યો સાથે સંપર્કમાં રહી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળાવવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. ફોન દ્વારા સંપર્કમાં રહી સરકારને ઉથલાવીનું કાવતરૂ ઘડ્યું હોવાનું સ્પષ્ટ જણાય છે.