મૂળ ઉત્તર પ્રદેશના અને ત્રણેક વર્ષથી સાણંદ તાલુકાના વડનગર ગામમાં ભાડાના મકાનમાં રહીને નજીકની ફેક્ટરીમાં કામ કરતા ધનંજય રાજેન્દ્ર ગીરી આજે સવારે નોકરીએ ગયા હતો. ઘરે પત્ની ચંદા અને 12 માસની પુત્રી રિયા એકલી હતી. દિવાળીમાં ફેક્ટરી બંધ હોવાથી ધનંજયભાઇ તેમના પરિવાર સાથે છઠ પૂજા મનાવવા વતન ગયા હતા. સોમવારે પરત આવ્યા અને મંગળવારથી નોકરીએ લાગ્યા ત્યારે મંગળવારે બપોરે સ્થાનિકનો ધનંજયભાઇ પર ફોન આવ્યો કે તેમના ઘરે પોલીસ આવી છે. જેથી ધનંજયભાઇ ઘરે આવ્યા અને જોયું તો તેમની પત્ની અને પુ્ત્રી લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. હત્યા થઇ હોવાનું માલૂમ થતાં જ ધનંજયભાઇ ભાંગી પડ્યા હતો.
2/3
પ્રાપ્ત વિગતો મુજબ સાણંદ શહેરથી બે કિલોમીટરના અંતરે આવેલા વડનગરમાં ધનંજયગીરી રાજેન્દ્રગીરી (મુળ રહે. નીદિલપુર, ચંદોલી, ઉત્તરપ્રદેશ) હાલ ગામના ગુમાનસિંહ વાઘેલાના મકાનમાં ભાડેથી રહે છે. ધનંજયગીરી સાણંદ જીઆઇડીસીની એક ખાનગી કંપનીના નોકરી કરે છે. તેનો ભાઇ મૃત્યુંજય પણ સદર કંપનીમાં કામ કરવા ઉપરાંત સાથે જ રહે છે. ધનંજય પત્ની ચંદા(ઉ.વ.22) અને પુત્રી રીયા (ઉ.14 માસ) સાથે વતનથી સોમવારે બપોરે 2 કલાકે વડનગર આવ્યાં હતાં. ત્યારબાદ મંગળવારે સવારે 7.30 કલાકે બંને ભાઇ ટિફિન લઇને કંપનીમાં નોકરી જવા રવાના થયાં હતાં. આરોપી પહેલા નીચેના રૂમમાં અગાઉ ભાડે રહેતો અમરીંદ (મુળ રહે. બિહાર) ધનંજયનાં ઘરમાં ધસી આવી તેની પત્ની ચંદાને ઘરમાં એકલવાયી જોઈને તેની સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. એથી તેણે પ્રતિકાર કરતા અમરીંદે જનેતા અને પુત્રીને દાતરડાંના ઘા ઝીંકી હત્યા કરી નાસી છુટ્યો હતો.
3/3
અમદાવાદઃ સાણંદના વડનગરમાં કામાધ બેનલા યુવાને 22 વર્ષિય પરીણિતાને તેની 12 વર્ષની પુત્રી સાથે રહેંશી નાખી હતી. મંગળવારે પરીણિતા ઘરે એકલી હતી ત્યારે યુવાન ઘરમાં ઘુસીને પરીણિતા સાથે જબરજસ્તી કરી હતી. ત્યારે પરીણિતા તેને તાબે નહિ થતા યુવાને પરીણિતા સહિત તેની 12 વર્ષની પુત્રીને પણ મોતને ઘાટ ઉતારી હતી. આ મામલે સાણંદ પોલીસે ભાગેલા યુવાનને પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.