અમદાવાદ: અનામત અને ખેડૂતોના દેવા માફીને લઈને હાર્દિક પટેલ 9 દિવસથી આમરણાંત ઉપવાસ પર છે. તો બીજી તરફ પાટીદારના જ લીડર જુગાર રમતા ઝડપાયા છે. રામોલ પોલીસે શ્રાવણીયો જુગાર રમતા 12 લોકોની ધરપકડ કરી છે જેમાં પાટીદાર નેતા નચિકેત મુખી પણ સામેલ છે.
3/5
રોકડ રૂપિયા 2,66,400, મોબાઈલ ફોન 11 જેની કિંમત 1,62,500 અને ટુ-વ્હિલર 2 જેની કિંમત 75,000 કુલ મળીને 5,03,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
4/5
સરદાર પટેલ ગ્રુપના પૂર્વ સહમંત્રી નચિકેત પટેલ (રહે. શિવાંશ ગ્રીન, વસ્ત્રાલ) સહિત 12 જુગારીઓને જુગાર રમતા પકડી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ તથા ટુ વ્હીલર અને મોબાઇલ મળીને કુલ 5 લાખથી વધુની મતા જપ્ત કરી હતી. તેમજ નવરંગપુરાના આંબલીવાસમાં ભદ્રેશ પટેલના ઘરમાં પોલીસે રેડ પાડી હતી. જેમાં પોલીસે બે મહિલા સહિત 10 લોકોને જુગાર રમતા પકડ્યા હતા.
5/5
અમદાવાદના રામોલમાંથી શ્રાવણીયો જુગાર રમતા એસપીજીના પૂર્વ સહમંત્રી નચિકેત મુખી સહિત 12 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે નવરંગપુરામાં વહેલી સવારે એક મકાનમાં રેડ પાડી પોલીસે બે મહિલા સહિત 10 લોકોની ધરપકડ કરી હતી. રામોલ વકીલવાડી એસ્ટેટમાં રવિવારે રામોલ પોલીસે બાતમીના આધારે રેડ પાડી 12 જુગારી પકડી પાડ્યા હતા.