અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના નેતા હાર્દિક પટેલને એસપીજીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ વરુણ લાખાણીએ પત્ર લખ્યો છે. આ પત્રના સંબોધનમાં હાર્દિકને તોફાની પાટીદાર, હાર્દિક પટેલ એવું લખ્યું છે. આ પછી વરુણ પટેલે હાર્દિક અને લાલજી પટેલના મતભેદો તેમજ પાટીદાર અનામત આંદોલન અંગે વાત કરી છે. પત્રમાં સુરતમાં ભાજપના કાર્યક્રમમાં કરેલા વિરોધની વાત કરી છે. પત્રમાં વાંચો વરુણે બીજું શું લખ્યું છે?