બેઠક પછી સરકારના પ્રતિનિધી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, પાસ તરફથી 11 કન્વીનર્સ ચર્ચા માટે આવ્યા હતા. પાસ ઉપરાંત એસપીજી અને અન્ય સંગઠન સાથે પણ ચર્ચા થશે. દરેક પાસાનો બંધારણીય, કાયદાકીય અભ્યાસ કરવા અંગે ચર્ચા થઈ હતી.
2/5
હાર્દિક પટેલે સરકાર પર પ્રહાર કરતાં જમાવ્યું હતું કે, આ સમય કાઢવાની વાત છે અને સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. અનામત બાબતે યોગ્ય નિર્ણય સરકાર તરફથી નથી. ગુજરાતની સરકાર સ્વતંત્ર નથી. દિલ્લીથી નિર્ણય લેવાય છે. સરકાર પાસે કોઈ જ સત્તા નથી. સરકારે લેશન પૂરું નથી કર્યું. હવે અમે સોમવારની રાહ જોઈએ છીએ. હવે સોમવાર બાદ રાજ્યમાં આંદોલન મજબૂત રીતે ચાલશે.
3/5
ગાંધીનગરઃ ગત બીજી ડિસેમ્બરે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ) અને ગુજરાત સરકારના પ્રતિનિધીઓ વચ્ચે ગાંધીનગર ખાતે મંત્રણા થી હતી. આ પછી આજે બીજી બેઠક મળવાની છે, ત્યારે આજની બેઠકને ખાસ માનવામાં આવી રહી છે. સરકારના પ્રતિનિધીઓ પાસ સાથે મીટિંગ કર્યા પછી મુખ્યમંત્રી વિજય રૂપાણીને સંપૂર્ણ અહેવાલ આપશે, આ પછી સરકાર કોઈ નિષ્કર્ષ પર આવી શકે છે. બીજી તરફ પાસ આ મુદ્દે ગરમ મિજાજ બતાવવાના મૂડમાં છે. જો યોગ્ય પ્રતિક્રિયા ન આવે તો પાસ આક્રમક બને તેવા સંકેતો અગાઉથી આપી ચૂક્યા છે.
4/5
ગત બેઠક પછી પાસ વતી દાવો કરવામાં આવ્યો હતો કે, પાસ અને સરકાર વચ્ચે બેઠકનું કોઈ પરિણામ આવ્યું નથી. પાસ કન્વીનરોનો દાવો હતો કે, પૂરતા હોમવર્ક, નક્કર આયોજન વગર અને યોગ્ય સત્તા વગર સરકારના પ્રતિનિધિ મંડળે બેઠક યોજી હતી. સરકાર જો ટાઈમ પાસની ટેક્નિક અપનાવશે તો પાસ અત્યારે છે તેના કરતાં પણ વધારે જલદ આંદોલન છેડશે. 4 મુદ્દાઓને લઈને પાસે આજે રજૂઆત કરી હતી. સંપૂર્ણ બંધારણીય રીતે અનામત પાટીદાર સમાજને મળવું જોઈએ, તેવી પાસની માગણી છે.
5/5
આજે પાસના 11 કન્વીનરો અને સરકાર તરફથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા અને નાનુભાઈ વાનાણી વચ્ચે બેઠક મળવાની છે. ત્યારે આ બેઠકને લઈને તમામની નજર આ બેઠક પર મંડાયેલી છે. બીજી તરફ ગત બેઠક પછી હાર્દિક પટેલે આ બેઠકને સાવ નિષ્ફળ ગણાવી હતી. તેણે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ વતી ૧૧ કન્વીનર ગુજરાત ભાજપ સરકાર સાથે ચર્ચા કરવા માટે ગયા હતા, પરંતુ સરકાર પાટીદાર સમાજ વિરુદ્ધ જ છે તે સપષ્ટ સંદેશો આપી દીધો છે.