યુનેસ્કોની ટીમ આવી રહી છે ત્યારે 26 જેટલા ઐતિહાસિક સ્મારકોની આસપાસમાં બેસતા ફેરિયાઓએ સ્વૈચ્છિક રીતે ચાર દિવસ અહીંથી ખસી જવા મેયર ગૌતમ શાહ સમક્ષ બાંયેધરી આપી છે. યુનેસ્કોની ટીમ ઐતિહાસિક ઈમારતો, સ્થળો અને કોટ વિસ્તારની પોળો તથા હેરિટેજ મિલ્કતોની મુલાકાત લેશે.
2/4
વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અપાવી શકે તેવા મુખ્ય ત્રણ માપદંડઃ ટેકનોલોજી, ટાઉનપ્લાનિંગ અને લેન્ડસ્કેપની ડિઝાઈનમાં માનવમૂલ્યોનું અહીં મહત્વનું પરિબળ સ્થાપત્યો સાથે સંકળાયેલું છે. પરંપરાગત માનવ સ્થળાંતરનું શ્રેષ્ઠ ઉદાહરણ અહીં જોવા મળે છે. અર્થાત સમાજનું પ્રતિબિંબ, કલાત્મક રીતે કોટ વિસ્તારનું આયોજન, નગરનું વિશેષ આયોજન અને સ્થાપત્યોનો અદભૂત સમન્વય અહીં જોવા મળે છે. અહીં વસવાટ કરી રહેલા માનવસમુદાયની સંસ્કૃતિ, વૈભવ અને વારસાનું અસરકારક પ્રતિબંબ અહીં જોવા મળે છે.
3/4
હવે આ માટેની અંતિમ ચરણની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે શહેરના બેનમૂન સ્થાપત્યોના ઈન્સ્પેકશન માટે મંગળવારે યુનેસ્કોની ટીમ અમદાવાદમાં ઉતરશે. 28 તારીખથી 30 તારીખ સુધી એમ ત્રણ દિવસ ડોઝિયરમાં સમાવિષ્ટ કરેલા તમામ હેરિટેજ સ્થાપત્યોના ઈન્સ્પેકશનની કામગીરી કરશે. અને ત્યારબાદ સિટીને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવું કે નહીં તેનો નિર્ણય કરાશે. જુલાઈ-2017માં અમદાવાદને હેરિટેજ સિટીના દરજ્જો અપાશે કે કેમ તેનો નિર્ણય લેવાશે.
4/4
અમદાવાદ: ભારતમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ ઘણી બધી છે પણ એક પણ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરરજો પ્રાપ્ત થયો હોય તેવું હજુ સુધી બન્યું નથી. અમદાવાદા મુંબઈ અને દિલ્હી પણ સ્પર્ધામાં હતા પરંતુ આ બન્ને શહેરો ડોઝિયરની મંજૂરી વખતે જ આઉટ થઈ ગયા હતા. અમદાવાદનું ડોઝિયર મંજૂર થતા યુનેસ્કોમાં મોકલાયું હતું.