શોધખોળ કરો
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળીયાને કયું ખાતું મળી શકે છે? જાણો વિગત
1/6

કુંવરજી બાવળીયાના રાજીનામાં બાદ ગુજરાત કોંગ્રેસમાં સોપો પડી ગયો છે. બાવળીયાના રાજીનામાંના પડઘા દિલ્હી સુધી ગુંજ્યા છે. દિલ્હીનું ટોચનું નેતૃત્વ પણ દોડતું થઈ ગયું છે. થોડા જ સમયમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એકવખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
2/6

ગત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ ફરી બેઠી થઈ હતી. જ્યારે ભાજપ આગામી 2019ની લોકસભાની ચૂંટણીમાં ‘મિશન 26’ યથાવત રાખવા માંગે છે. જેથી ભાજપ આવનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના જોરને ખાળવા કોળી સમાજના આગેવાનોને ભાજપનાં સામેલ કરવા ધારે છે. જોકે કોંગ્રેસના નેતાઓ પણ હાલ તો તેલ અને તેલની ધાર જોઈને પછી જ ભાજપમાં જોડાવા અંગે આગળ વધી રહ્યાંનું જાણવા મળે છે.
3/6

અમદાવાદ: ગુજરાતના કોળી સમાજના દિગ્ગજ નેતા કુંવરજી બાવળીયાએ કોંગ્રેસનો સાથે છોડીને ભાજપનું કમળ પકડ્યું હતું. ભાજપમાં તેમને કેબિનેટમાં સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં આવેલા અને ચાર જ કલાકમાં મંત્રી પદ મેળવનારા કુંવરજી બાવળીયા માટે આ પ્રથમ કેબિનેટ મીટિંગ છે.
4/6

સૂત્રો મૂજબ બાવળીયાએ ભાજપમાં જોડાતા પહેલાં કોંગ્રેસના કોળી સમાજના અનેક મોટા માથાઓને પણ ભાજપમાં સામેલ કરવાની હિલચાક તેજ કરી દેવામાં આવી છે. જેમાં સોમા ગાંડા પટેલ, વિમલ ચુડાસમા અને ઋત્વિક મકવાણા જેવા સૌરાષ્ટ્રનાં કોળી સમાજના આગેવાનો સાથે વાત કરીને તેમને ભાજપમાં ભેળવવાના પ્રયાસ કરવામાં આવશે.
5/6

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં કુંબરજી બાવળીયાને ખાતાની ફાળવળી કરવામાં આવી શકે છે. બાવળીયાને પાણીપુરવઠા અથવા વાહન વ્યવહાર વિભાગની જવાબદારી સોંપવામાં આવી શકે છે તેવી ભાજપમાં પણ ચર્ચા ચાલી રહી છે.
6/6

કુંવરજી બાવળીયાને પાણી પુરવઠા અથવા તો વાહનવ્યવહાર વિભાગની જવાબદારી સોંપાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. આ ઉપરાંત કૃષિમંત્રાલયની પણ ચર્ચા ચાલી રહી છે.
Published at : 04 Jul 2018 10:22 AM (IST)
View More
Advertisement





















