શોધખોળ કરો

Chandra Grahan 2022: આજે ચંદ્રગ્રહણ, ભારતના કયાં ભાગમાં જોવા મળશે, આ 4 રાશિને થશે લાભ

Chandra Grahan Important Facts: વર્ષનું અંતિક ચંદ્રગ્રહણ લગભગ 6 કલાક બાદ લાગશે. આ ચંદ્ર ગ્રહણની કઇ રાશિ પર અસર થશે, જાણીએ

Chandra Grahan Important Facts: વર્ષનું અંતિક ચંદ્રગ્રહણ લગભગ 6 કલાક બાદ લાગશે. આ ચંદ્ર ગ્રહણની કઇ રાશિ પર અસર થશે, જાણીએ

ચંદ્રગ્રહણનો સુતક કાળ શરૂ થાય છે

પંચાંગ અનુસાર ચંદ્રગ્રહણ બપોરે 2.39 વાગ્યે શરૂ થશે અને તેનો સુતક સમયગાળો સવારે 5.53 વાગ્યાથી શરૂ થઈ ગયો છે.

ક્યારે શરૂ થશે અને ક્યારે થશે પૂર્ણ

દેશમાં આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ આજે 8 નવેમ્બર 2022ના રોજ થશે. ચંદ્રોદય સમયે ગ્રહણ ભારતના તમામ સ્થળોએથી દેખાશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. મંત્રાલયના નિવેદન મુજબ, "ગ્રહણના આંશિક અને સંપૂર્ણ તબક્કાની શરૂઆત ભારતમાં કોઈપણ જગ્યાએથી દેખાશે નહીં કારણ કે આ ઘટના ભારતમાં ચંદ્રોદય પહેલા શરૂ થઈ ગઈ હશે." ભારતમાં ચંદ્રગ્રહણ સાંજે 5.32 થી સાંજે 6.18. જોઈ શકાશે. જાણકારી અનુસાર ચંદ્રગ્રહણ 2.21 વાગ્યે શરૂ થશે અને 6.18 વાગ્યે સમાપ્ત થશે.

 ચંદ્રગ્રહણ કયાં ભાગમાં જોઇ શકાશે

ભારતમાં આ ચંદ્રગ્રહણ આસામ, મેઘાલય, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ ઉપરાંત પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ ભારતના અન્ય તમામ વિસ્તારોમાં ખંડગ્રાસના રૂપમાં દેખાશે. .

ચંદ્રગ્રહણ વિશ્વના આ દેશોમાં દેખાશે

 બાંગ્લાદેશ, મધ્ય અને પૂર્વ નેપાળ, ગ્રીનલેન્ડ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, કેનેડા, મેક્સિકો, અલાસ્કા, એન્ટાર્કટિકા, ન્યુઝીલેન્ડ તરફનો ઉત્તરીય પ્રદેશ, ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા, મલેશિયા, થાઈલેન્ડ, મ્યાનમાર, કોરિયા, જાપાન, ચીન, મંગોલિયા, રશિયા, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, પાકિસ્તાન, ઓમાન, ઈરાન, અફઘાનિસ્તાન, ફિનલેન્ડ, ઉત્તરી સ્વીડન, આઈસલેન્ડમાં દેખાશે.  

આ વિસ્તારો પર પડશે  અસર

 વર્ષના છેલ્લા ચંદ્રગ્રહણની અસર દક્ષિણ/પૂર્વીય યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પેસિફિક, એટલાન્ટિક અને હિંદ મહાસાગર સહિત ભારતની ભૂમિ પર પડશે.

આ રાશિ પર ચંગ્રગ્રહણની થશે અસર

આ ચંદ્રગ્રહણથી કર્ક, મિથુન, વૃશ્ચિક, કુંભ રાશિના લોકોને ફાયદો થશે, જ્યારે મેષ, વૃષભ, સિંહ, કન્યા, તુલા, ધનુ, મકર અને મીન રાશિના લોકોને પરેશાની થઈ શકે છે.

ચંદ્ર ગ્રહણ દરમિયાન ન કરો આ કામ

  • ચંદ્ર ગ્રહણનો સુતક 9 કલાક પહેલા શરૂ થાય છે.
  • આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી.
  • ગ્રહણના સમયગાળા દરમિયાન તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ. સુતક લાગતા પહેલા તુલસીના પાન તોડી લો.
  • સૂતક કાળ અથવા ગ્રહણ દરમિયાન કંઈપણ ખાવા-પીવાનું ટાળવું જોઈએ.
  • આ સમય દરમિયાન કોઈપણ પ્રકારની યાત્રા કરવાનું ટાળો.
  • સગર્ભા સ્ત્રીઓને ગ્રહણ અને સૂતકના સમયગાળા દરમિયાન ખાસ કાળજી રાખવાની સલાહ આપવામાં આવે છે.
  • ગર્ભવતી મહિલાઓએ કોઈપણ સંજોગોમાં ગ્રહણ જોવાનું ટાળવું જોઈએ.
  • ગ્રહણ દરમિયાન સૂવું પ્રતિબંધિત છે.

ચંદ્રગ્રહણ દરમિયાન કરો આ કામ

  • ચંદ્ર ગ્રહણની અસર મન અને મગજ પર પડે છે. તેની ખરાબ અસરોથી બચવા માટે ગ્રહણના સમયગાળા દરમિયાન ધ્યાન કરવું જોઈએ.
  • આ દરમિયાન જરૂરિયાતમંદ લોકોને પૈસા અને અનાજનું દાન કરવું જોઈએ.
  • ગ્રહણ દરમિયાન ઓછામાં ઓછા 108 વખત તમારા પ્રમુખ દેવતાના મંત્રોનો જાપ કરો.
  • શિવલિંગને જળ અર્પણ કરો અને ऊँ नम: शिवाय  મંત્રનો જાપ કરો. આનાથી ચંદ્ર ગ્રહણની ખરાબ અસર પડતી નથી.
  • ગ્રહણ દરમિયાન દુર્વા ઘાસ તમારી પાસે રાખો.
  • ગ્રહણ દરમિયાન માનસિક કે શારીરિક તણાવ ન લેવો જોઈએ.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણા અને માન્યતા  પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Accident : વલસાડમાં બાઇક સ્લીપ થઈ જતા યુવકનું મોત, એક ઘાયલAhmedabad Accident : અમદાવાદમાં કારે મહિલાને કચડી નાંખતા મોત, 2 ઘાયલSurendranagar murder : એકલી રહેતા વૃદ્ધાની હત્યા કરી આરોપી દાગીના લૂંટી ફરાર, ગામમાં ચકચારMann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર
South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર
Health Tips: મૂળાની તાસીર ગરમ હોય છે કે ઠંડી? શિયાળામાં ભૂલથી પણ આ વસ્તુઓ સાથે ન કરવું જોઈએ તેનું સેવન
Health Tips: મૂળાની તાસીર ગરમ હોય છે કે ઠંડી? શિયાળામાં ભૂલથી પણ આ વસ્તુઓ સાથે ન કરવું જોઈએ તેનું સેવન
Watch: યશસ્વી જયસ્વાલે 2 કેચ છોડતા જ કેપ્ટન રોહિત શર્માનો પિત્તો ગયો;મેદાનમાં બતાવ્યું રૌદ્ર સ્વરુપ
Watch: યશસ્વી જયસ્વાલે 2 કેચ છોડતા જ કેપ્ટન રોહિત શર્માનો પિત્તો ગયો;મેદાનમાં બતાવ્યું રૌદ્ર સ્વરુપ
Embed widget