શોધખોળ કરો

Dhanteras 2023: આજે ધનતેરસ, જાણો ધનલક્ષ્મીની પૂજા અને ખરીદી માટેનો શુભ સમય

Dhanteras 2023: આ શુભ દિવસે લોકો વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાય છે અને ભગવાન કુબેર, ભગવાન ધન્વંતરી અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે

Dhanteras 2023: ધનતેરસ એ હિંદુઓના સૌથી પ્રખ્યાત તહેવારોમાંનો એક છે, જે સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ અને ખુશી સાથે ઉજવવામાં આવે છે. આ શુભ દિવસે લોકો વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાય છે અને ભગવાન કુબેર, ભગવાન ધન્વંતરી અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે. તેઓ તેમના ઘરની બહાર દીવા અને મીણબત્તીઓ પ્રગટાવે છે. દર વર્ષે દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસ ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, ધનતેરસનો તહેવાર કારતક મહિનામાં કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે ધનતેરસ આજે એટલે કે 10 નવેમ્બરે ઉજવવામાં આવી રહી છે. ધનતેરસના દિવસે નવા વાસણો, સોના-ચાંદીના આભૂષણોની ખરીદી કરવી પણ શુભ માનવામાં આવે છે.

ધનતેરસ 2023 શુભ મુહૂર્ત

ઉદયતિથિ અનુસાર 10 નવેમ્બર એટલે કે આજે ધનતેરસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે ધનતેરસની ત્રયોદશી તિથિ 10 નવેમ્બર એટલે કે આજે બપોરે 12.35 કલાકે શરૂ થઈ રહી છે અને આ તિથિ 11મી નવેમ્બરે એટલે કે આવતીકાલે બપોરે 1.57 કલાકે પૂરી થશે.

 ધનતેરસ 2023 પૂજાનો સમય

આજે ધનતેરસની પૂજાનો સમય સાંજે 5:47 થી 7:43 સુધીનો રહેશે. જેનો સમયગાળો 1 કલાક 56 મિનિટનો રહેશે.

પ્રદોષ કાલ- સાંજે 05:30 થી શરૂ થઈને 08:08 સુધી ચાલુ રહેશે.

ખરીદી માટે શુભ મુહૂર્ત

અભિજીત મુહૂર્ત- 10મી નવેમ્બર એટલે કે આજે ધનતેરસના દિવસે સવારે 11.43 થી 12.26 સુધી. આ સૌથી શુભ મુહૂર્ત છે.

શુભ ચોઘડિયા- ખરીદી માટેનો બીજો સમય સવારે 11.59 થી બપોરે 1.22 સુધીનો છે. ખરીદી માટેનો ત્રીજો શુભ સમય આજે સાંજે 4.07 થી 5:30 સુધીનો રહેશે.

ધનતેરસ પૂજનવિધિ

ધનતેરસના દિવસે સાંજે ઉત્તર દિશા તરફ કુબેર અને ધન્વંતરીની સ્થાપના કરવી જોઈએ. બંનેની સામે એક-એક મુખવાળો ઘીનો દીવો પ્રગટાવવો. ભગવાન કુબેરને સફેદ મીઠાઈ અને ધન્વંતરીને પીળી મીઠાઈ અર્પણ કરવામાં આવે છે. પૂજા દરમિયાન "ધન્વંતરી સ્તોત્ર" નો પાઠ કરો. પૂજા પછી કુબેરને ધન સ્થાન પર અને ધન્વંતરીને દિવાળી પર પૂજા સ્થાન પર સ્થાપિત કરો.

ધનતેરસ પર દીવાનું દાન કરવાનું મહત્વ

ધનતેરસના દિવસે દીવાનું દાન કરવામાં આવે છે. કહેવાય છે કે ધનતેરસના દિવસે જે ઘરમાં યમરાજને દીવો દાન કરવામાં આવે છે ત્યાં અકાળે મૃત્યુ નથી થતું. ધનતેરસની સાંજે મુખ્ય દ્વાર પર 13 દીવા પ્રગટાવવા જોઈએ અને ઘરની અંદર પણ 13 દીવા પ્રગટાવવા જોઈએ. આ દિવસે રાત્રે સૂતા પહેલા મુખ્ય દીવો પ્રગટાવવામાં આવે છે. આ દીવાને પ્રગટાવવા માટે જૂના દીવાનો ઉપયોગ કરવામાં આવે છે. આ દીવો ઘરની બહાર દક્ષિણ તરફ મુખ કરીને પ્રગટાવવો જોઈએ. વાસ્તવમાં દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ઘરમાં દીવો પ્રગટાવવાથી તમામ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે.

ધનતેરસની પૌરાણિક કથા

એક દંતકથા અનુસાર, કારતક કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ જ્યારે ધન્વંતરી સમુદ્ર મંથનમાંથી બહાર આવ્યા ત્યારે તેમના હાથમાં અમૃતથી ભરેલો ઘડો હતો. ભગવાન ધન્વંતરિ કળશ સાથે પ્રગટ થયા હતા. કહેવાય છે કે ત્યારથી ધનતેરસની ઉજવણી થવા લાગી. ધનતેરસના દિવસે વાસણો ખરીદવાની પણ પરંપરા છે. એવું માનવામાં આવે છે કે તે સારા નસીબ, સમૃદ્ધિ અને આરોગ્ય લાવે છે. ધનતેરસના દિવસે ધનના દેવતા કુબેરની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake News: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની ધરા ધણધણી, 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો કામ છોડીને ભાગ્યા, જુઓ વીડિયો
Earthquake News: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની ધરા ધણધણી, 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો કામ છોડીને ભાગ્યા, જુઓ વીડિયો
IND vs NZ 3rd Test: હાર બાદ BCCI એક્શનમાં! દિવાળીના દિવસે પણ ટ્રેનિંગ કરશે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ
IND vs NZ 3rd Test: હાર બાદ BCCI એક્શનમાં! દિવાળીના દિવસે પણ ટ્રેનિંગ કરશે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ
ભારતના સ્ટાર બેટ્સમેનના પિતાએ રાજનીતિમાં કરી એન્ટ્રી, JDUમાં જોડાતા જ કહ્યું – નીતિશ કુમાર.....
ભારતના સ્ટાર બેટ્સમેનના પિતાએ રાજનીતિમાં કરી એન્ટ્રી, JDUમાં જોડાતા જ કહ્યું – નીતિશ કુમાર.....
કોચનું AC ન ચાલવા પર મુસાફરે ફરિયાદ કરી તો ઢસડીને લઈ ગઈ રેલવે પોલીસ, જુઓ બર્બરતાનો વીડિયો
કોચનું AC ન ચાલવા પર મુસાફરે ફરિયાદ કરી તો ઢસડીને લઈ ગઈ રેલવે પોલીસ, જુઓ બર્બરતાનો વીડિયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Saurashtra Earthquake | સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં અનુભવાયો ભૂકંપનો જોરદાર આંચકો, લોકો બહાર દોડી ગયાAhmedabad Gas leakage: અમદાવાદમાં મોટી દુર્ઘટના, કંપનીમાં ગેસ ગળતરથી 2ના મોત, 7ની તબિયત લથડીFast Mobile Charging Tips : શું તમારા ફોનમાં ખૂબ જ ધીમું ચાર્જિંગ થાય છે? અપનાવો આ ટિપ્સPanchmahal News : જીવતા વીજ વાયરથી બે સગા ભાઈ-ભાણેજનું મોત, દિવાળી ટાણે પરિવાર પર આભ ફાટ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake News: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની ધરા ધણધણી, 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો કામ છોડીને ભાગ્યા, જુઓ વીડિયો
Earthquake News: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની ધરા ધણધણી, 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો કામ છોડીને ભાગ્યા, જુઓ વીડિયો
IND vs NZ 3rd Test: હાર બાદ BCCI એક્શનમાં! દિવાળીના દિવસે પણ ટ્રેનિંગ કરશે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ
IND vs NZ 3rd Test: હાર બાદ BCCI એક્શનમાં! દિવાળીના દિવસે પણ ટ્રેનિંગ કરશે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ
ભારતના સ્ટાર બેટ્સમેનના પિતાએ રાજનીતિમાં કરી એન્ટ્રી, JDUમાં જોડાતા જ કહ્યું – નીતિશ કુમાર.....
ભારતના સ્ટાર બેટ્સમેનના પિતાએ રાજનીતિમાં કરી એન્ટ્રી, JDUમાં જોડાતા જ કહ્યું – નીતિશ કુમાર.....
કોચનું AC ન ચાલવા પર મુસાફરે ફરિયાદ કરી તો ઢસડીને લઈ ગઈ રેલવે પોલીસ, જુઓ બર્બરતાનો વીડિયો
કોચનું AC ન ચાલવા પર મુસાફરે ફરિયાદ કરી તો ઢસડીને લઈ ગઈ રેલવે પોલીસ, જુઓ બર્બરતાનો વીડિયો
IND W vs NZ W: રાધા યાદવ બની 'સુપરમેન', મહિલા ક્રિકેટ ઈતિહાસનો અદભૂત કેચ પકડ્યો, જુઓ વીડિયો
IND W vs NZ W: રાધા યાદવ બની 'સુપરમેન', મહિલા ક્રિકેટ ઈતિહાસનો અદભૂત કેચ પકડ્યો, જુઓ વીડિયો
ડિજિટલ અરેસ્ટ શું છે? જેના સંદર્ભે Pm  મોદીએ દેશવાસીઓને કર્યાં એલર્ટ
ડિજિટલ અરેસ્ટ શું છે? જેના સંદર્ભે Pm મોદીએ દેશવાસીઓને કર્યાં એલર્ટ
મુસ્લિમોમાં મુતાહ શું છે? એમાં એક બે નહીં 20-25 વાર પણ ઘર વસાવી લે છે છોકરી
મુસ્લિમોમાં મુતાહ શું છે? એમાં એક બે નહીં 20-25 વાર પણ ઘર વસાવી લે છે છોકરી
આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે આધાર સેન્ટર પર ઓપરેટર વધારે પૈસા માંગે, તો અહીં કરો ફરિયાદ
આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે આધાર સેન્ટર પર ઓપરેટર વધારે પૈસા માંગે, તો અહીં કરો ફરિયાદ
Embed widget