Delhi Assembly election 2025: કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
કૉંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ તેની યાદીમાં 26 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
Delhi Congress Candidate 2nd List 2025: કૉંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ તેની યાદીમાં 26 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં કુલ 47 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
બીજી યાદીમાં કાલકાજી વિધાનસભા બેઠક પરથી પાર્ટીના વરિષ્ઠ નેતા અલકા લાંબાને મેદાનમાં ઉતારવાની ચર્ચા હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમણે આ સીટ પરથી ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી પાર્ટીએ હજુ સુધી આ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા નથી. CM આતિશીને કાલકાજી સીટ પરથી AAPના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
The Central Election Committee has selected the following persons as Congress candidates for the forthcoming elections to the Legislative Assembly of Delhi. pic.twitter.com/4SFpUYApir
— INC Sandesh (@INCSandesh) December 24, 2024
બીજી યાદીમાં કોને ટિકિટ આપવામાં આવી ?
કોંગ્રેસે તેની બીજી યાદીમાં રિઠાલાથી સુશાંત મિશ્રા, મંગોલ પુરી એસસીથી હનુમાન ચૌહાણ, શકુર બસ્તીથી સતીશ લુથરા, ત્રિનગરથી સતેંદર શર્મા, મતિયા મહેલથી અસીમ અહેમદ ખાન, મોતી નગરથી રાજેન્દ્ર નામધારી, માદીપુરથી એસસી જેપી પંવાર, રાજૌરી ગાર્ડનમાંથી ધર્મપાલ ચંદેલા, ઉત્તમ નગરમાંથી મુકેશ શર્મા, મટિયાલાથી રઘુવિન્દર શૌકીન, બિજવાસનથી દેવેંદર સહરાવત, દિલ્હી કેન્ટથી પ્રદીપ કુમાર ઉપમન્યુ અને રાજિંદર નગરથી વિનીત યાદવને ટિકિટ આપવામાં આવી છે.
તેવી જ રીતે કોંગ્રેસે જંગપુરાથી ફરહાદ સૂરી, માલવીય નગરથી જીતેન્દ્ર કુમાર કોચર, મહરૌલીથી પુષ્પા સિંહ, દેવલીથી એસસી રાજેશ ચૌહાણ, સંગમથી વિહાર હર્ષ ચૌધરી, ત્રિલોકપુરીથી એસસી અમરદીપ, કોંડલીથી એસસી અક્ષય કુમાર, લક્ષ્મી નગરથી સુમિત શર્મા, કૃષ્ણા નગરથી ગુરચરણ સિંહ રાજુ, સીમાપુરી એસસીથી રાજેશ લીલોઠિયા, બાબરપુરથી હાજી મોહમ્મદ ઈશરાક ખાન, ગોકલપુરથી એસસી પ્રમોદકુમાર જયંત અને કરાવલ નગરથી ડો.પી.કે. મિશ્રાને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
પ્રથમ યાદીમાં 21 ઉમેદવારો
અગાઉ કોંગ્રેસે તેની યાદીમાં કુલ 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં પાર્ટીએ નરેલાથી અરુણા કુમારી, છતરપુરથી રાજીન્દર તંવર, બુરારીથી મંગેશ ત્યાગી, આદર્શ નગરથી શિવાંક સિંઘલ, બાદલીથી દેવેન્દ્ર યાદવ, સુલ્તાનપુર માજરાથી જય કિશન, નાગલાઈ જાટથી રોહિત ચૌધરી, શાલીમારબાગથી પ્રવીણ જૈન, વજીરપુરથી રાગીની નાયક, સદર બજારથી અનિલ ભારદ્વાજ, ચાંદની ચોકમાંથી મુદિત અગ્રવાલ, બલ્લીમારનથી હારૂન યુસુફ, તિલક નગરમાંથી પી.એસ.બાવાને ટિકિટ અપાઈ હતી.
આ ઉપરાંત કોંગ્રેસે દ્વારકાથી આદર્શ શાસ્ત્રી, નવી દિલ્હીથી સંદીપ દીક્ષિત, કસ્તુરબા નગરથી અભિષેક દત્ત, છતરપુરથી રાજીન્દર તંવર, આંબેડકર નગરથી જય પ્રકાશ, ગ્રેટર કૈલાશથી ગરવિત સિંઘવી, પટપડગંજથી અનિલ કુમાર,સીલમપુરથી અબ્દુલ રહેમાન, મુસ્તફાબાદથી અલી મહેદીને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા.