Diwali 2023: આ વર્ષે દિવાળી પર ખૂબ જ દુર્લભ યોગ, આ મુહૂર્તમાં કરો પૂજા
જ્યોતિષ પ્રદોષ કાળમાં પૂજા કરવાની સલાહ આપે છે. આ વર્ષે કારતક માસની અમાસની તિથિ 12 નવેમ્બરે બપોરે 2 વાગ્યાને 44 મિનિટ પર શરુ થશે અને બીજા દિવસે 13 નવેમ્બરે બપોરે 2.56 મિનિટ પર સમાપ્ત થશે.
દિવાળીના દિવસે પ્રદોષ કાળમાં ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ થાય છે. જ્યોતિષ પ્રદોષ કાળમાં પૂજા કરવાની સલાહ આપે છે. આ વર્ષે કારતક માસની અમાસની તિથિ 12 નવેમ્બરે બપોરે 2 વાગ્યાને 44 મિનિટ પર શરુ થશે અને બીજા દિવસે 13 નવેમ્બરે બપોરે 2.56 મિનિટ પર સમાપ્ત થશે.
દિવાળીના દિવસે પ્રદોષ કાળમાં દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. દિવાળી 12 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે પ્રદોષ કાળ સાંજે 5 વાગ્યાને 39 મિનિટથી સાંજે 7 વાગ્યાને 35 સુધી રહેશે. રાત હોવાથી પહેલા આયુષ્માન યોગ પણ બની રહ્યો છે. તમે આ યોગમાં પણ ખરીદી કરી શકો છો.
દિવાળી પર એક ખુબ જ દુર્લભ યોગ 'સૌભાગ્ય' યોગ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર સૌભગ્ય યોગને ખુબ શુભ મને છે. આ યોગમાં ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરવાથી સાધકને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. આ યોગ 13 નવેમ્બરના રોજ સાંજે 4 વાગ્યાને 25 મિનિટથી 3 વાગ્યાને 23 મિનિટ સુધી રહેશે. જ્યોતિષ શાસ્ત્ર પણ સૌભાગ્ય યોગમાં શુભ કાર્ય કરવાની સલાહ આપે છે. દિવાળીની તિથિ પર અગ્નિવાસ પૃથ્વી પર રહેશે. આ દરમિયાન હવન અને પૂજા કરવાથી વિશેષ ફળદાયી સાબિત થશે.
દિવાળી એ ખુશીઓનો તહેવાર છે, આ તહેવારમાં લોકો સારા સ્વાસ્થ્ય માટે દેવી લક્ષ્મી, ગણેશ, કુબેર, સરસ્વતી અને ધન્વંતરીની પૂજા કરે છે. તહેવાર પછી ઉજવવામાં આવે છે પરંતુ તહેવાર પહેલા લોકો તેમના ઘરની યોગ્ય રીતે સફાઈ કરીને દેવી લક્ષ્મીનું સ્વાગત કરવાની તૈયારી કરે છે. આપણે બધા જાણીએ છીએ કે દેવી લક્ષ્મી સ્વચ્છતાને પસંદ કરે છે. જે ઘરમાં સાફ સફાઇ થતી નથી અને ગંદકી હોય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ રહેતો નથી. તેથી, લોકો દેવી લક્ષ્મીનું સ્વાગત કરવા માટે તેમના ઘરની સફાઈ કરે છે.
એવા ઘણા લોકો છે જે સ્વચ્છતા તો કરે છે પરંતુ નકામી વસ્તુઓ ફેંકવામાં કંજુસ છે અને નકામી વસ્તુઓ ઘરમાં ભેગી કરીને રાખે છે. દેવી લક્ષ્મીને કચરો, ફાટેલા જૂના કપડા અને તૂટેલી વસ્તુઓ બિલકુલ પસંદ નથી. જો તમે તમારા ઘરના સ્ટોર રૂમમાં પણ આવી વસ્તુઓ રાખી છે તો દિવાળીની સફાઈ દરમિયાન તેને જલ્દીથી ફેંકી દો.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial