Dhanteras 2023: ધનતેરસ પર છે આ ખાસ શુભ સંયોગ, આ રાશિઓ થશે ફાયદો
ધનતેરસના તહેવારની સાથે દિવાળીના તહેવારને પણ શરૂઆત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે સોના-ચાંદીથી બનેલી વસ્તુઓ ખરીદવાથી સાધક પર વર્ષભર દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે.
Dhanteras Puja 2023: ધનતેરસના તહેવારની સાથે દિવાળીના તહેવારને પણ શરૂઆત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે સોના-ચાંદીથી બનેલી વસ્તુઓ ખરીદવાથી સાધક પર વર્ષભર દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. આ ખાસ દિવસે દેવી લક્ષ્મી, કુબેર દેવ અને ભગવાન ધન્વંતરીની પૂજા કરવાની પરંપરા છે.
હિન્દુ ધર્મમાં ધનતેરસની પૂજાનું વિશેષ મહત્વ છે. આ તહેવાર કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. ધનતેરસને ધનત્રયોદશી પણ કહેવાય છે. સનાતન ધર્મમાં ધનતેરસને ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે આ ખાસ દિવસે કેટલાક ખાસ ઉપાયો કરો તો તેનાથી તમને ઘણા ફાયદા મળી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ધનતેરસ પર બની રહેલા આ શુભ યોગોનો લાભ 5 રાશિઓને થશે.
કર્ક રાશિ
કર્ક રાશિ માટે ધનતેરસનો દિવસ ખૂબ શુભ રહેશે. ધનતેરસનાના દિવસે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને પહેલાં જે કાર્યોમાં વિઘ્ન આવી રહ્યા હતા તે ધીમે ધીમે પૂર્ણ થવા લાગશે. ધનતેરસના દિવસે તમે તમારા પરિવાર માટે નવું વાહન અથવા નવા ઘરેણાં ખરીદી શકો છો. પોતાની મહેનત દ્વારા પોતાનું ભાગ્ય ચમકાવશો અને પોતાની ઓળખ બનાવવામાં સફળ થશો. કેટલાક મહત્વના કામ પૂરા થવાથી પરિવારમાં તમારું માન વધશે. પૈતૃક સંપત્તિ મળવાની સંભાવના તેમજ ઘરના કાર્યો પૂરા કરવાનો પ્રયાસ કરશો અને દિવાળી માટે કેટલીક ખાસ વાનગીઓ પણ બનાવી શકશો.
કન્યા રાશિ
કન્યા રાશિ માટે ધનતેરસનો દિવસ ખૂબ લાભદાયક છે. કન્યા રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. માં લક્ષ્મીની વિશેષ કૃપા પણ રહેશે. કોઈ મિત્ર તરફથી આર્થિક લાભ થઈ શકે છે અને વ્યસ્ત હોવા છતાં તમે પરિવારના સભ્યો અને બાળકો માટે સમય કાઢી શકશો. લવ લાઈફમાં પ્રેમ અને રોમાંસ વધશે અને સંબંધો વધુ મજબૂત બનશે. આવતીકાલે તમે ધનતેરસના અવસર પર પોતાના પરિવારના સભ્યો માટે ગિફ્ટ્સ ખરીદી શકો છો અને મિત્રો સાથે દિવાળી પાર્ટીમાં જઈ શકો છો.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે ધનતેરસનો દિવસ સારો રહેવાનો છે. મેષ રાશિના જાતકો આવતીકાલે તેમના જીવનસાથી સાથે ધનતેરસની ખરીદી કરી શકે છે અને જૂના રોકાણમાંથી સારું વળતર મેળવી શકે છે. પિતાની મદદથી તમે ઘણી સમસ્યાઓનો ઉકેલ મેળવવામાં સફળ થશો. આવતીકાલે તમે તમારા પરિવારના સભ્યો સાથે સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો, જ્યાં તમે ખાસ લોકોને મળી શકો છો. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે અને ભાઈઓ સાથે મહત્વના પ્લાન્સ બનશે.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે ધનતેરસનો દિવસ લાભદાયક રહેશે. મકર રાશિના જાતકોને ધનતેરસના દિવસે તેમનું ભાગ્ય સાથ આપશે. સમસ્યાઓ પણ ઓછી થશે, સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાથી પરેશાન છો તો રાહત મળશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે અને જૂના દેવામાંથી રાહત મળશે. વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતાના વિકાસને કારણે તેઓ શિક્ષણમાં સારું પ્રદર્શન કરશે અને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની તક પણ મળશે.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે ધનતેરસનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. તમારી આર્થિક સ્થિતિ સુધારશે. સામાજિક કર્યો કરતા લોકો દિવાળીને લગતા કોઈપણ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશે. જેનાથી તમારું સન્માન વધશે. ધનતેરસના કારણે વેપારીઓને ફાયદો થશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે, તેમજ આ દિવાળી પર જૂનો સામાન સંપૂર્ણ રીતે વેચાઈ જશે.
Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લો.