શોધખોળ કરો

Horoscope Today 7 October 2022: આ 6 રાશિઓએ આ મુદ્દે રહેવું પડશે સાવધાન, જાણો આજનું રાશિફળ

જ્યોતિષના દૃષ્ટિકોણથી, 7 ઓક્ટોબર 2022, શુક્રવાર એક ખાસ દિવસ છે. આ દિવસે પ્રદોષ વ્રત કરવામાં આવે છે. તેની સાથે લક્ષ્મીજીની પૂજાનો પણ સારો સંયોગ છે. આ દિવસે કેટલાક લોકોને નુકસાન સહન કરવું પડી શકે છે. તેથી સતર્ક રહેવાની જરૂર છે. મેષથી મીન રાશિના લોકો માટે શુક્રવારનો દિવસ કેવો રહેશે, આવો જાણીએ આજનું રાશિફળ

Horoscope Today 7 October 2022: જ્યોતિષના દૃષ્ટિકોણથી, 7 ઓક્ટોબર 2022, શુક્રવાર એક ખાસ દિવસ છે. આ દિવસે પ્રદોષ વ્રત કરવામાં આવે છે. તેની સાથે લક્ષ્મીજીની પૂજાનો પણ સારો સંયોગ છે. આ દિવસે કેટલાક લોકોને નુકસાન સહન કરવું પડી શકે છે. તેથી સતર્ક રહેવાની જરૂર છે. મેષથી મીન રાશિના લોકો માટે શુક્રવારનો દિવસ કેવો રહેશે, આવો જાણીએ આજનું  રાશિફળ

મેષ

મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ફળદાયી રહેવાનો છે. એક કરતાં વધુ સ્ત્રોતોમાંથી આવક થવાને કારણે આજે તમારું મન પ્રસન્ન રહેશે, પરંતુ આજે તમને ભાગીદારીમાં વેપાર કરવો નુકસાનકારક જણાશે, કારણ કે તમારો પાર્ટનર તમને છેતરી શકે છે. રોજગારની શોધમાં રહેલા લોકો માટે આજે વધુ સારી તક આવી શકે છે.

વૃષભ

વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. સંતાનની કોઈપણ પરીક્ષાના પરિણામને કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે, પરંતુ આજે તમારા પરિવારનો કોઈ સભ્ય તમારા પરિવારમાં ચાલી રહેલા વિખવાદનો ફાયદો ઉઠાવી શકે છે

મિથુન

મિથુન રાશિના લોકો આજે પરોપકારના કાર્યોમાં સક્રિયતાથી  ભાગ લેશે, પરંતુ તેની સાથે તેમને તેમના અન્ય કાર્યો પર પણ ધ્યાન આપવું પડશે. વિદ્યાર્થીઓને આજે તેમના શિક્ષકો પાસેથી કંઈક નવું શીખવા મળશે, જે તેમને ભવિષ્યમાં ઉપયોગી થશે.

કર્ક

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દૃષ્ટિએ થોડો નરમ  રહેશે, પરંતુ તેમણે તેમાં બેદરકારીથી બચવું પડશે. જો કોઈ સમસ્યા હોય, તો તેઓએ તેના માટે તબીબી સલાહ લેવી જોઈએ. આજે પરિવારના કોઈ સભ્ય તમારી વિરુદ્ધ કામ કરીને તમને પરેશાન કરી શકે છે.

સિંહ

સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ ખુશીનો રહેશે. આજે વિદેશથી વેપાર કરી રહેલા લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે. આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત હોવાને કારણે તમારું મન પ્રસન્ન રહેશે અને તમે પરિવારના સભ્યોની જરૂરિયાતો સરળતાથી પૂરી કરી શકશો.

કન્યા 

કન્યા રાશિના લોકો માટે આજે કોઈ પણ લેવડ-દેવડ પરેશાની બની શકે છે, તેથી આજે કોઈ પણ વ્યક્તિ પર ખૂબ સમજી વિચારીને વિશ્વાસ કરો. આજે કોઈ ત્રીજી વ્યક્તિના આગમનને કારણે લવ લાઈફ જીવતા લોકોમાં સમસ્યા ઊભી થઈ શકે છે.

તુલા

તુલા રાશિના વિદ્યાર્થીઓને આજે બૌદ્ધિક અને માનસિક બોજામાંથી મુક્તિ મળતી જણાય છે. આજે કાર્યસ્થળ પર જવાબદારીઓ વધશે, પરંતુ તમે ખુશ રહેવાને કારણે તેને ખુશીથી પૂરી કરશો. તમે આજે પરિવારના કોઈ સભ્યની મદદ માટે પણ આગળ આવશો, પરંતુ આજે તમે પરિવારના કોઈ સભ્યની વાત સાંભળીને દુઃખી થઈ જશો.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિ ના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે. આજે, જો તમે પરિવારના કોઈપણ સભ્યને જવાબદારીઓ આપો છો, તો તે તેને સમયસર પૂરી કરશે. આજે તમારો તમારી માતા સાથે વિવાદ થઈ શકે છે. પરિવારમાં કોઈ તમારાથી કોઈ વાત પર નારાજ થઈ શકે છે. તમે તમારા બાળકને નવા કોર્સમાં દાખલ કરી શકો છો.

ધન

ધનુ રાશિના લોકોના પ્રભાવ અને કીર્તિમાં વધારો થવાથી તેમનું મન પ્રસન્ન રહેશે. આજે તમારે લોકો સાથે મિલનસાર થવું પડશે જેનાથી દિવસ સારો પસાર થશે.

મકર

મકર રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. આજે તમારે તમારા જીવનસાથીની વાત માનવી અને સમજવી પડશે, નહીંતર સંબંધોમાં પરસ્પર તણાવ રહેશે.

કુંભ

કુંભ રાશિના લોકો માટે જો આજે ધંધામાં પૈસા સંબંધિત કોઈ સમસ્યા આવી રહી છે તો તેનો ઉકેલ સરળતાથી મળી જશે. તમારા પરિવારના કોઈ સભ્યની નિવૃત્તિને કારણે પાર્ટીનું આયોજન થઈ શકે છે. આજે તમારે તમારા મનમાં ચાલી રહેલા વિચારોને કોઈની સામે રાખવાની જરૂર નથી.તેનાથી વિવાદ થઇ શકે છે

મીન

મીન રાશિના લોકો માટે આજનો દિવસ નોકરીમાં બદલાવ લઈને આવી રહ્યો છે. આજે તેને નવી નોકરી મળવાથી ખુશી થશે અને તે કોઈ સરકારી યોજનાનો લાભ પણ લઈ શકશે. આજે પરિવારમાં વધતી જવાબદારીઓને કારણે તમે થોડા ચિંતિત રહેશો, પરંતુ તે તેને સરળતાથી પૂરી થઇ જશે.  આજે તમને કોઈ મિત્ર તરફથી ભેટ મળી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News : જૂનાગઢના મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની યુવતીએ કરી આત્મહત્યાHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટોનો તમાશોHun To Bolish : હું તો બોલીશ : હેવાન તાંત્રિકChhotaudepur Crime : છોટાઉદેપુરમાં માસૂમની બલીની ઘટના બાદ જોરદાર આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
Embed widget