શોધખોળ કરો
Advertisement
રાશિફળ 7 માર્ચ: આજે આ 5 રાશિના જાતકો રહેજો સાવધાન, જાણો શું કહે છે તમારું આજનું રાશિફળ
Today Horoscope: આજે ચંદ્ર ધન રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે કેટલીક રાશિના જાતકોએ બિઝનેસ અને રિલેશનશિપ મામલે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે મહા વદ નોમની તિથિ છે. આજે ચંદ્ર ધન રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે કેટલીક રાશિના જાતકોએ બિઝનેસ અને રિલેશનશિપ મામલે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
Today Horoscope
મેષ (અ.લ.ઇ.) : આજના દિવસે મનગમતી ભેટ મળી શકે છે. આજના દિવસે કોઇના પર આંખો બંધ કરી વિશ્વાસ ન કરતાં. અજાણ્યા લોકોથી સતર્ક રહેજો. જૂના ઘરેલુ વિવાદને હવા ન આપતાં.
વૃષભ (બ.વ.ઉ.) : આજના દિવસે ખરીદી કરવાનો મૂડ બની શકે છે. પરંતુ તમારા બજેટનું ધ્યાન રાખજો. કળા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને સારું પ્રદર્શન કરવાનો મોકો મળશે.
મિથુન (ક.છ.ઘ.) આજના દિવસે તમારા દ્વારા કરવામાં આવેલા નિર્ણયથી કેટલાક લોકોને અસંતોષ થઈ શકે છે. જૂના ભૂલો સુધારવાથી સફળતા મળશે. ઘરમાં વાતાવરણથી મન અપ્રસન્ન રહી શકે છે.
કર્ક (ડ.હ.) આજના દિવસે ધાર્મિક સ્થળોની યાત્રા પર જઈ શકો છો. જો આવું શક્ય ન હોય તો ઘરમાં મંદિરની સાફ સફાઇની જવાબદારી લઇ શકો છો. પરિવાર સાથે બેસીને ભોજન કરવાની પરંપરા બનાવો.
સિંહ (મ.ટ.) આજના દિવસે મનમાં કોઇ વાતનો પસ્તાવો થઇ શકે છે. મેડિટેશન અને ધ્યાનથી મન શાંત રહેશે. ઓફિસમાં તમામ સાથે સારો વ્યવહાર કરજો. ઘરમાં અન્ય વ્યક્તિની સફળતાથી મન પ્રસન્ન રહેશે.
કન્યા (પ.ઠ.ણ.) આજના દિવસે તમારી વાકપટુતાથી લોકો પ્રભાવિત રહેશે. પાર્ટનરશિપમાં કામ કરતાં લોકોને સારો લાભ થશે.
તુલા (ર.ત.) આજના દિવસે તમારા તમામ કામ બનતાં નજરે પડી રહ્યા છે. શાસન અને સરકારનો પૂરો સહયોગ મળશે. કાર્યસ્થળ પર વાણીમાં વિનમ્રતા રાખવી પડશે. જીવનસાથી સાથે સંબંધ મધુર રહેશે.
વૃશ્ચિક (ન.ય.) આજનો દિવસ તમારા માટે જવાબદારીથી ભરપૂર રહેશે. નોકરિયાત વર્ગને પરિસ્થિતિ તેમના મુજબ રહેશે. ખાંસી અને પેટની સમસ્યાથી ઘેરાઈ શકો છો.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે સતર્કતા રાખવામાં જ ભલાઈ છે. નાની અમથી ભૂલ પરેશાનીનું કારણ બની શકે છે. મોટા ભાઈઓ સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે.
મકર (ખ.જ.) આજના દિવસે માનસિક રીતે એક્ટિવ રહેવું લાભદાયી રહેશે. કામકાજનો બોજ વધી રહ્યો છે પરંતુ પરિશ્રમથી સફળતા મળશે. પરિવારમાં સૌને સાથે લઈને ચાલજો.
કુંભ (ગ.શ.ષ.સ.) આજના સૂર્ય ભગવાનને સારા સ્વાસ્થ્યની કામના કરજો. શોર્ટ કર્ટ અપનાવવાથી બચજો. સ્વાસ્થ્ય થોડું નરમ રહેશે. હવામાનમાં બદલાવ જોતાં ખાનપાન નિયંત્રિત રાખજો.
મીન (દ.ચ.ઝ.થ) આજે કાર્યોને શ્રેષ્ઠ બનાવવા ખુદને સકારાત્મક રાખજો. સંયુકત પરિવારમાં રહેતા લોકો વિવાદથી બચજો. કોઇપણ ફેંસલો એકતરફી ન લેતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement