શોધખોળ કરો
Advertisement
આર્થિક રાશિફળ 25 જાન્યુઆરીઃ આ 4 રાશિના જાતકોને થઈ શકે છે નુકસાન, સમજી વિચારીને કરજો ધનનું રોકાણ
આજે એક મુખ્ય રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. બુધ ગ્રહ મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.
Today Arthik Rashifal 25 January 2021: પંચાગ અનુસાર આજે 25 જાન્યુઆરી, સોમવારને પોષ સુદ બારસ છે. આજે ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે. આજે એક મુખ્ય રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. બુધ ગ્રહ મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.
આર્થિક રાશિફળ (Money Horoscope)
મેષઃ આજના દિવસે સંભાળીને રોકાણ કરજો, આજે લાભની સ્થિતિ બનેલી છ. બજારની ચાલને સમજજો. ઉતાવળમાં નિર્ણય લેવાથી નુકસાની થઈ શકે છે.
વૃષભઃ આ રાશિના જાતકોએ આજે તણાવથી દૂર રહેવું પડશે. ધન પ્રાપ્ત કરવાના અનેક અવસર આજે તમારા હાથમાં આવશે. ધીરજ જાળવી રાખજો. ઋણ ન લેતાં.
કર્કઃ આ રાશિના લોકોના જાતકોને આજે અન્ય લોકો પાસેથી ધન પ્રાપ્ત થશે. આજે મિત્રો અને જાણકારોની સલાહને અવગણતા નહીં.
સિંહઃ આ રાશિના જાતકો આજે લાભ મેળવવા માંગતા હોય તો તમામ ચીજોનો પહેલા સારી રીતે વિશ્લેષણ કરજો. આજે ભવિષ્યને ધ્યાનમાં રાખી રોકાણ કરી શકો છો.
કન્યાઃ કન્યા રાશિના જાતકોને ધન મામલે એક યોજના બનાવવી પડશે. યોજના બનાવીને કાર્ય કરવાથી આજે લાભ લઈ શકો છો. કૃષિ આધારિત ચીજોમાં રોકાણ કરી શકો છો.
તુલાઃ આ રાશિના જાતકોને અચાનક લાભ પ્રાપ્ત કરવાનો યોગ બની રહ્યો છે. આજે ઉત્સાહથી નહીં ગંભીરતાથા કાર્ય કરો. આજે તમામ ચીજોને જાણ્યા બાદ જ યોગ્ય પગલું ભરજો.
વૃશ્ચિકઃ આ રાશિના જાતકો આજે ખોટી રીતે ધન કમાવવાની કોશિશ ન કરતાં, આજે લાભની સાથે હાનિનો યોગ બની રહ્યો છે. આજે સંપર્કનો લાભ ઉઠાવજો.
ધનઃ આ રાશિના જાતકોને આજે ગણતરી આધારિત ચીજોથી લાભ થઈ શકે છે. ઉતાવળ ન કરતાં. ઋણ લેવા કે દેવાની સ્થિતિ આવે તો બચજો.
મકરઃ મકર રાશિથી બુધ નીકળીને કુંભ રાશિમાં જઈ રહ્યો છે. બુધનું રાશિ પરિવર્તન લાભ આપી શકે છે. આજે તમારા પ્રભાવનો પૂરો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરજો.
કુંભઃ કુંભ રાશિમાં આજે ગ્રહોનો રાજકુમાર બુધ આવી રહ્યો છે. ગણેશજીનું નામ લઈને બુધ ગ્રહનું સ્વાગત કરો. બુધને વ્યાપારનો કારક માનવામાં આવ્યો છે. લાભની સ્થિતિ બનેલી છે.
મીનઃ આ રાશિના જાતકોએ અનુભવનો લાભ ઉઠાવવો પડશે. આજે ધન માલે રણનીતિ બનાવવી પડશે.ધનનો વ્યય પણ થઈ શકે છે. ધીરજ જાળવી રાખજો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement