શોધખોળ કરો
Advertisement
રાશિફળ 12 જાન્યુઆરીઃ ગ્રહોની ચાલ અને નક્ષત્રોની સ્થિત આજે તમામ રાશિને કરશે પ્રભાવિત, જાણો તમારું રાશિફળ
Today Horoscope: પંચાગ અનુસાર આજે માગશર વદ ચૌદશ છે. ચંદ્ર ધન રાશિમાં ગોચર કરી રહ્યા છે. આજે કેટલીક રાશિએ સાવધાની રાખવાની જરૂર છે.
આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજે માગશર વદ ચૌદશ છે. ચંદ્ર ધન રાશિમાં ગોચર કરી રહ્યા છે. ગ્રહોની ચાલ અને નક્ષત્રોની સ્થિત આજે તમામ રાશિને પ્રભાવિત કરી રહ્યા છે. આજે કેટલીક રાશિએ સાવધાની રાખવાની જરૂર છે.
મેષઃ આજના દિવસે કાર્યોને પૂરા કરવાનું પ્લાનિંગ કરવું તમારા માટે ખૂબ જરૂરી છે. ઓફિશિયલ કામ પૂરા કરવામાં વધારે મહેનતની જરૂર છે. જીવનસાથી કરિયર સંબંધિત પ્લાનિંગ કરી રહ્યા હોય તો તેમાં મદદ કરો.
વૃષભઃ આજના દિવસે દિમાગ ઠંડુ રાખીને લક્ષ્ય નિર્ધારીત કરો. ગઈકાલની જેમ આજે પણ આર્થિક સ્થિતિને લઈ ચિંતાગ્રસ્ત રહી શકો છો. પારિવારિક વાતાવરણ પ્રફુલ્લિત રહેશે.
મિથુનઃ આજના દિવસે તાલ-મેલ જાળવીને ચાલજો. અજાણતાં કોઇ તમારાથી દુખી હોય તો માફી માંગી લેજો. સાસરી પક્ષ સાથે તાલમેલ બગડી શકે છે.
કર્કઃ આજના દિવસે આરામને પણ મહત્વ આપવું પડશે. નોકરિયાત લોકોએ ઓફિસમાં ધીરજપૂર્વક કામ કરવા. પિતા કોઇ વાત પર નારાજ થઈ શકે છે.
સિંહઃ આજના દિવસે સમય કાઢીને પુસ્તક જરૂર વાંચો. પરિવારના સભ્યોમાં વિવાદ થઈ શકે છે. તેથી નાની-નાની વાતોને મોટી ન બનાવતાં.
કન્યાઃ આજના દિવસે કોઇ પણ પ્રકારની નકારાત્મક વિચાર સકારાત્મક ઉર્જાને ઘટાડી શકે છે. પરિવારના સભ્યો સાથે ચર્ચા કરતી વખતે શબ્દો પર ધ્યાન આપજો.
તુલાઃ આજના દિવસે આધ્યાત્મિક ચર્ચામાં હિસ્સો લેવાનો મોકો મળશે. મગજમાં કોઇ પણ શંકા ન રાખતાં. જે પણ ઓફિશિયલ કામ કરો તેમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરજો.
વૃશ્ચિકઃ આજના દિવસે કામ પર ફોક્સ કરીને માનસિક રીતે એક્ટિવ રહેવું જોઈએ. ખુદ પર ભરોસો રાખવો પડશે. નોકરીમાં બેદરકારી ન દાખવતાં, નકારાત્મક ગ્રહ કોઇપણ પ્રકારની ભૂલ કરાવવાની ફિરાકમાં છે.
ધનઃઆજના દિવસે નાની નાની વાતોને લઇ મન ચિંતિત તથા પરેશાન રહી શકે છે. પરિવારના સભ્યો સાથે વૈચારિક મતભેદ થવાની આશંકા છે, પરંતુ વિવાદોથી બચજો.
મકરઃ આજના દિવસે પારિવારિક સ્થિતિને લઈ માનસિક ચિંતા સતાવી શકે છે. સારા કાર્ય કરીને વ્યક્તિત્વની છાપ બીજા પર છોડશો. ફાયનાન્સ સાથે સંકળાયેલા કાર્યમાં સજાગ રહેજો.
કુંભઃ આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે. તેથી મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવી જોઈએ. સાસરી પક્ષમાંથી શુભ સમાચાર મળશે.
મીનઃ આજના દિવસે રોકાણ સંબંધી પ્લાનિંગમાં વિશેષજ્ઞ કે વરિષ્ઠ લોકોની સલાહ લાભદાયી બનશે. જે લોકો ઘરથી દૂર છે તેમના પરત ફરવાની સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement