શોધખોળ કરો

પંચક 2026: બદલાતું હવામાન અને 'રોગ પંચક'નો ડબલ એટેક, શું આ કોઈ મોટા ખતરાનો સંકેત છે?

Rog Panchak 2026: 10 મેથી શરૂ થયેલા રોગ પંચક દરમિયાન બીમારીઓનું જોખમ વધશે, જ્યોતિષ પાસેથી જાણો આ સમયમાં શું કરવું અને શું ટાળવું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રોગ પંચક ૧૦ મે થી ૧૪ મે સુધી રહેશે.
  • રવિવારે શરૂ થતા પંચકને રોગ પંચક કહેવાય છે.
  • આ સમય સ્વાસ્થ્ય માટે સંવેદનશીલ, બીમારીઓ વધે.
  • તળેલો ખોરાક ટાળો, હળદર-તુલસી-ગરમ પાણી લો.

Rog Panchak 2026: અત્યારે એક તરફ હવામાનમાં સતત પલટો જોવા મળી રહ્યો છે અને બીજી તરફ 10 મે, 2026થી 'રોગ પંચક' પણ બેસી ગયું છે. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી અને સાથે જ આ અશુભ પંચકનો સંયોગ લોકો માટે સ્વાસ્થ્યની નવી ચિંતાઓ ઊભી કરી રહ્યો છે. આ બંનેના ડબલ એટેકથી બચવા માટે લોકોએ પોતાના સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. ચાલો જાણીએ આ રોગ પંચક શું છે અને તેમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

આ વખતે રોગ પંચક 10 મેના રોજ બપોરે 12:08 વાગ્યે શરૂ થઈ ગયું છે અને તે 14 મેના રોજ રાત્રે 10:34 વાગ્યા સુધી ચાલશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, જ્યારે ચંદ્ર કુંભ અને મીન રાશિમાં પ્રવેશ કરે છે અને પાંચ નક્ષત્રો (ધનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી)માંથી પસાર થાય છે, ત્યારે પંચક બેસે છે. શાસ્ત્રો મુજબ, જો પંચકની શરૂઆત રવિવારથી થાય, તો તેને 'રોગ પંચક' કહેવાય છે. આ 5 દિવસનો સમય સ્વાસ્થ્ય માટે ઘણો અશુભ અને ભારે માનવામાં આવે છે.

એક બાજુ રોગ પંચક ચાલી રહ્યું છે અને બીજી બાજુ હવામાન વિભાગ (IMD) એ પણ ગરમી વચ્ચે વરસાદની ચેતવણી આપી છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, રોગ પંચક એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સંવેદનશીલ સમય હોય છે. આવા ઝડપથી બદલાતા હવામાનમાં ઇન્ફેક્શન, સિઝનલ બીમારીઓ અને શારીરિક નબળાઈ થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે.

બુધ 23 મે સુધી રહેશે અસ્ત: આ 4 રાશિઓ માટે સમય છે ભારે, જાણો શું થશે અસર

ધાર્મિક માન્યતાઓ અનુસાર, પંચકને ઉર્જામાં બદલાવનો સમય માનવામાં આવે છે. આ સમયગાળામાં મન અને શરીરનું બેલેન્સ જાળવી રાખવું બહુ જરૂરી છે. આ 5 દિવસો દરમિયાન નવું ઘર બાંધવાનું શરૂ કરવું, લગ્ન કે સગાઈ કરવા, નામકરણ વિધિ, ગૃહ પ્રવેશ, લાકડાં ભેગા કરવા કે પછી દક્ષિણ દિશામાં મુસાફરી કરવા જેવા કાર્યો કરવાનું ખાસ ટાળવું જોઈએ.

જાણીતા જ્યોતિષી અનિશ વ્યાસના જણાવ્યા અનુસાર, રોગ પંચક અને ખરાબ હવામાનથી બચવા માટે બહારનો વાસી કે વધારે પડતો તળેલો ખોરાક ખાવાનું ઓછું કરી દેવું જોઈએ. રોજિંદા જીવનમાં હળદર, તુલસી અને નવશેકા (હૂંફાળા) પાણીનો નિયમિત ઉપયોગ કરવો. આ ઉપરાંત, માનસિક તણાવ દૂર કરવા માટે પૂજા-પાઠ અને ધ્યાન કરવું, તેમજ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો આ સમયમાં ખૂબ જ ફળદાયી અને રક્ષણાત્મક માનવામાં આવે છે.

વાસ્તુ શાસ્ત્ર: ઘરમાં સોનું કેમ ટકતું નથી? જાણો આ 4 મુખ્ય કારણો અને બચવાના ઉપાયો

Frequently Asked Questions

રોગ પંચક શું છે અને તે ક્યારે બેઠું છે?

જ્યારે ચંદ્ર કુંભ અને મીન રાશિમાં પ્રવેશે છે અને પાંચ ચોક્કસ નક્ષત્રોમાંથી પસાર થાય છે, ત્યારે પંચક બેસે છે. આ વખતે રોગ પંચક 10 મે, 2026ના રોજ બપોરે 12:08 વાગ્યે શરૂ થયું છે.

રોગ પંચક કેટલા દિવસ ચાલશે?

આ રોગ પંચક 14 મે, 2026ના રોજ રાત્રે 10:34 વાગ્યા સુધી ચાલશે. આ 5 દિવસનો સમયગાળો સ્વાસ્થ્ય માટે સંવેદનશીલ માનવામાં આવે છે.

રોગ પંચક દરમિયાન કઈ બાબતો ટાળવી જોઈએ?

આ સમયગાળા દરમિયાન નવું ઘર બાંધવાનું શરૂ કરવું, લગ્ન કે સગાઈ કરવી, નામકરણ વિધિ, ગૃહ પ્રવેશ, લાકડાં ભેગા કરવા કે દક્ષિણ દિશામાં મુસાફરી કરવાનું ટાળવું જોઈએ.

રોગ પંચક અને ખરાબ હવામાનથી બચવા શું કરવું જોઈએ?

બહારનો વાસી કે વધારે પડતો તળેલો ખોરાક ઓછો કરવો. હળદર, તુલસી અને નવશેકા પાણીનો નિયમિત ઉપયોગ કરવો. પૂજા-પાઠ, ધ્યાન અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી ફાયદો થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shrawan 2026 : પવિત્ર શ્રાવણ માસમાં ચંદનનો આ ઉપાય કરશે બેડોપાર, મળશે મહાદેવની અસીમ કૃપા
Shrawan 2026 : પવિત્ર શ્રાવણ માસમાં ચંદનનો આ ઉપાય કરશે બેડોપાર, મળશે મહાદેવની અસીમ કૃપા
Shrawan 2026: પાવન શ્રાવણમાં આ મંત્રનો કરો જાપ, ધનલાભ સાથે થશે સઘળી મનોકામના પૂર્ણ
Shrawan 2026: પાવન શ્રાવણમાં આ મંત્રનો કરો જાપ, ધનલાભ સાથે થશે સઘળી મનોકામના પૂર્ણ
સાપ્તાહિક રાશિફળ: 17થી 23 ઓગસ્ટ 2026નું સપ્તાહ મેષથી મીન રાશિ માટે કેવું રહેશે? જાણો સાપ્તાહિક રાશિફળ
સાપ્તાહિક રાશિફળ: 17થી 23 ઓગસ્ટ 2026નું સપ્તાહ મેષથી મીન રાશિ માટે કેવું રહેશે? જાણો સાપ્તાહિક રાશિફળ
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી
1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી
Embed widget