શોધખોળ કરો
Auto expo 2020 માં મારૂતિ સુઝુકીએ રજૂ કરી CNG S-Presso, જાણો ખાસ વાત
દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકીએ ઓટો એક્સપો 2020ના પ્રથમ દિવસે પોતાની લોકપ્રિય કાર S-Presso નું CNG મોડલ રજૂ કર્યું છે.

Greater Noida: A model poses beside Maruti Suzuki's S-Presso during the Auto Expo 2020 in Greater Noida, Wednesday, Feb. 5, 2020. (PTI Photo/Ravi Choudhary)(PTI2_5_2020_000170B)
નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકીએ ઓટો એક્સપો 2020ના પ્રથમ દિવસે પોતાની લોકપ્રિય કાર S-Presso નું CNG મોડલ રજૂ કર્યું છે. કંપનીએ પોતાના ગ્રીન મિશનને લઈને આ મોડલ લોન્ચ કર્યું છે. ઉલ્લેખનીય છે કે કંપનીએ S-Presso પેટ્રોલને ભારતમાં ગત વર્ષે લોન્ચ કર્યું હતું. આ કાર 1.0 લીટર પેટ્રોલ એન્જીન સાથે આવી હતી અને આ કારને સતત સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મારૂતિ સુઝુકીએ S-Presso CNGમાં કંપની ફિટિંગ CNG કિટને લગાવવામાં આવી છે. આ નવા મોડલમાં 998cc નું ત્રણ સિલિન્ડર પેટ્રોલ એન્જીન લાગેલું છે. પરંતુ હાલ તેની પાવર અને ટોર્ક વિશે કોઈ જાણકારી શેર નથી કરવામાં આવી. પરંતુ કંપની ટૂંક સમયમાં તેની જાહેરાત કરશે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે પાવર અને ટોર્ક એના પેટ્રોલ મોડલની તુલનામાં ઓછા હશે, હાલના પેટ્રોલ મોડલમાં 67 bhp પવાર અને 90NM નો ટોર્ક મળે છે, એમાં 5 સ્પીડ ગેરબોક્સની સુવિધા મળે છે. જાણકારી માટે જણાવીએ કે ઓટો એક્સપોમાં S-Presso CNG મોડલને માત્ર બતાવવામાં આવ્યું છે. અન્ય ફિચર્સની જાણકારી ટૂંક સમયમાં સામે આવશે અને ત્યારે તેની કિંમતનો પણ અંદાજ આવશે. ફીચરની વાત કરવામાં આવે તો કારમાં એન્ટી લોક સિસ્ટમની સાથે EBD,એર બેહ, રિવર્સ પાર્કિગ, સેંસર્સ, સ્પીડ અલર્ટ સિસ્ટમ અને ફ્રંટ સીટબેલ્ટ રિમાઈન્ડર, સાઈડ બોડી ક્લૈડિંગ અને પાવર સ્ટીયરિંગ, ડિજિટલ સ્પિડોમીટર અને એસી જેવા ફીચર્સ મળશે. હાલ પેટ્રોલ S-Pressoની કિંમત 3.70 લાખ રૂપિયાથી લઈને 4.99 લાખ રૂપિયા સુધી છે. મૈન્યુએલ ગેર બોક્સની સાથે તેમા AMT ગેરબોક્સની સુવિધા મળે છે. S-Presso CNGની કિંમત થોડી વધારે રહેવાનું અનુમાન છે.
વધુ વાંચો





















