Electric Scooter ખરીદતાં પહેલા જાણી લો આ 5 જરૂરી વાતો, નહીં તો થઈ શકે છે નુકસાન
Electric Scooter: જો તમે ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારતા હો તો તેના અંગે કેટલીક વાતો જાણી લેવી જરૂરી છે.
Things To Consider Before Buying Electric Scooter: તાજેતરમાં ઘણા લોકોએ ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ઝડપથી વધારો થયો છે. આવનારા સમયમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધુ વધશે તેમાં કોઈ શંકા નથી. ભવિષ્યમાં ઈલેક્ટ્રિક વાહનોનો સારો અવકાશ છે, પરંતુ ઈલેક્ટ્રિક વાહનો ખરીદતી વખતે ઘણી બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે. તેથી જો તમે પણ ઈલેક્ટ્રિક વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો પાંચ મહત્વની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
ડ્રાઇવિંગ રેન્જ
જ્યારે પણ તમે ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદો ત્યારે સૌથી પહેલા તેના વિશે સારી રીતે જાણો અને તેની ડ્રાઈવિંગ રેન્જ પર ખાસ ધ્યાન આપો. કારણકે જો સ્કૂટરની ડ્રાઈવિંગ રેન્જ તમારી જરૂરિયાતો અનુસાર મેચ ન થાય તો કોઈ કામનું નથી
ચાર્જિંગ સ્પોર્ટ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદતા પહેલા ચાર્જિંગ સ્પોર્ટને ધ્યાનમાં રાખો. ઇલેક્ટ્રિક સ્કૂટરને ચાર્જ ક્યાં કરવાના છો તે મહત્વનું છે. જેમકે તમે સોસાયટીના ઉપરના ફ્લેટમાં રહો છો તો પાર્કિંગમાં તમને ચાર્જિંગ પોઇન્ટ મળવો મુશ્કેલ હશે. જેથી સૌથી પહેલા તમારે તેની વ્યવસ્થા કરવી જોઈએ.
ચાર્જિંગ સમય
ઈલેક્ટ્રિક સ્કૂટરના ચાર્જિંગ ટાઈમ વિશે પણ તમારે ચિંતા કરવી જોઈએ. સૌ પ્રથમ, તમારે એ જાણવું જોઈએ કે તે ઇલેક્ટ્રિક સ્કૂટરને એકવાર સંપૂર્ણ ચાર્જ થવામાં કેટલો સમય લાગે છે કારણ કે જો તેનો ચાર્જિંગ સમય ઘણો લાંબો છે તો તે તમારા માટે ઘણી મુશ્કેલી ઊભી કરી શકે છે. તમે તેને રોજ ચાર્જ કરો તે ખૂબ જ મુશ્કેલ છે, તેથી સ્કૂટરને એવું લેવું જોઈએ કે એકવાર ચાર્જ કર્યા પછી, તે તમારી જરૂરિયાત મુજબ ઓછામાં ઓછા ત્રણ-ચાર દિવસ સુધી ચાલે.
સ્પીડ
ઇલેક્ટ્રિક સ્કૂટરની સ્પીડ પણ ઘણી મહત્વની છે. ધારો કે જો કંપનીએ ડ્રાઇવિંગ રેન્જ વધારવા માટે તેની ટોપ સ્પીડ ઓછી કરી છે જે તમારી જરૂરિયાત મુજબ નથી તો તે તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. કારણકે, તમારા ગંતવ્ય સુધી પહોંચવામાં તમને ઘણો સમય લાગશે, જે કદાચ આજના વ્યસ્ત જીવનમાં, કોઈની પાસે ઘણું નથી.
ઉપયોગની જગ્યા
તમારે એ પણ જોવું પડશે કે તમે આ ઈલેક્ટ્રિક સ્કૂટરને ક્યાં વાપરવા માંગો છો કારણ કે, તે જગ્યાનો રોડ એક્સપિરિયન્સ તેના પરફોર્મન્સને પણ અસર કરે છે. ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓની સ્થિતિ શહેરી વિસ્તારો જેવી નથી હોતી. તેથી સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રિક સ્કૂટર ગ્રામીણ વિસ્તારોમાં એટલું સારું પ્રદર્શન કરી શકશે નહીં જેટલું તે શહેરી વિસ્તારોમાં કરી શકે છે.