Car Brake Fail : જો ચોમાસામાં કારની બ્રેક ફેલ થઈ જાય તો શું કરવું?
જો તમે પણ કાર ચલાવી રહ્યા હોવ અને અચાનક તેજ સ્પીડમાં ચાલતી કારની બ્રેક ફેલ થઈ જાય અથવા તો બ્રેક જ બરાબર કામ ન કરતી હોય તો તમારે ગભરાવાની જરૂર નથી.
What to Do If Your Brakes Fail : મોટાભાગના લોકો કાર ચલાવવાનું પસંદ કરે છે, જો કે ઘણા લોકો એવા છે જેમને કાર ચલાવવામાં રસ નથી. કાર ચલાવતી વખતે આપણે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. જો થોડી પણ કાળજી રાખવામાં આવે તો આપણે અકસ્માતનો શિકાર બની શકીએ છીએ. ઘણી વખત સાંભળવા મળે છે કે, કારની બ્રેક ફેલ થવાને કારણે અકસ્માત થયો છે. આ સ્થિતિમાં જો તમે પણ કાર ચલાવી રહ્યા હોવ અને અચાનક તેજ સ્પીડમાં ચાલતી કારની બ્રેક ફેલ થઈ જાય અથવા તો બ્રેક જ બરાબર કામ ન કરતી હોય તો તમારે ગભરાવાની જરૂર નથી.
આવી સ્થિતિમાં અકસ્માત થવાની શક્યતાઓ વધી જાય છે. જ્યારે પણ આમ થાય ત્યારે મનને શાંત રાખવું જોઈએ અને આ કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ છે જેને અપનાવવી જોઈએ.
આ રીતે કારને કરો નિયંત્રિત
જો ઝડપથી ચાલતી કારમાં બ્રેક લગાવવામાં આવતી નથી, તો તમારે એકદમ શાંત રહેવું જોઈએ અને વાહનની સ્પીડ ઓછી કરવાનો પ્રયાસ કરવો જોઈએ. સ્પીડ ઓછી કરવા માટે કારના ગિયરને ધીમેથી નીચે કરો અને તેને પહેલા ગિયરમાં લાવો. આ દરમિયાન બ્રેકને સતત દબાવતા રહો. કારણ કે, આમ કરવાથી બ્રેક ફરી કામ કરવાની શક્યતા વધી જાય છે.
લાઇટ અને હોર્નનો ઉપયોગ કરો
કારની બ્રેક ફેઈલ થવાના કિસ્સામાં તરત જ કારની હેઝાર્ડ લાઈટો ચાલુ કરી દો. તેને ચાલુ કરવાથી તમારી આસપાસ દોડતા વાહનોમાં બેઠેલા લોકોને તમારી કારના ખરાબ અને જોખમનો સંકેત મળશે. તેમજ સતત હોર્ન વગાડતા રહો.
ભૂલથી પણ રિવર્સ ગિયરનો ઉપયોગ ન કરો
વાહનની સ્પીડ ઓછી કરવા માટે ભૂલથી પણ રિવર્સ ગિયરનો ઉપયોગ ન કરો. આમ કરવાથી અકસ્માત થઈ શકે છે. આ સિવાય તમારી કારના ACને ફુલ કરો, જેના કારણે એન્જિન પર વધુ દબાણ આવશે અને કદાચ કારની સ્પીડ થોડી ઓછી થઈ જશે.
હેન્ડબ્રેકનો ઉપયોગ કરો
જો તમારી કારની સ્પીડ 40 કિમી પ્રતિ કલાકની નજીક આવે છે, તો તમે હેન્ડબ્રેકનો ઉપયોગ કરીને કારને રોકી શકો છો. પરંતુ આ વાત હંમેશા યાદ રાખો, જ્યારે વધુ સ્પીડ હોય ત્યારે હેન્ડબ્રેકનો ઉપયોગ ન કરો. તેનો ઉપયોગ કરતા પહેલા ખાતરી કરો કે પાછળથી કોઈ વાહન ન આવે. જો તમને આજુબાજુ રેતી કે માટીનો ઢગલો દેખાય તો તમે તેના પર વાહન પણ ચલાવી શકો છો, જેના કારણે વાહન બંધ થઈ જશે.