Citroen C3 : Citroen C3 ટુંક સમયમાં ભારત-બ્રાઝિલમાં મચાવશે ધમાલ
આ નવું મોડલ દેશ અને વિદેશમાં ટેસ્ટિંગ દરમિયાન ઘણી વખત જોવામાં આવ્યું છે. આ કાર 5 અને 7 સીટર ઓપ્શનમાં આવશે. આ કાર આ વર્ષના અંત સુધીમાં ભારતીય બજારમાં લોન્ચ થઈ શકે છે.
New Citroen Car: Citroën ભારત અને બ્રાઝિલ સહિત ઘણા દેશોના બજારો માટે એક નવું યુટિલિટી વ્હીકલ લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ નવું મોડલ દેશ અને વિદેશમાં ટેસ્ટિંગ દરમિયાન ઘણી વખત જોવામાં આવ્યું છે. આ કાર 5 અને 7 સીટર ઓપ્શનમાં આવશે. આ કાર આ વર્ષના અંત સુધીમાં ભારતીય બજારમાં લોન્ચ થઈ શકે છે.
બ્રાઝિલમાં થઈ સ્પોટ
નવા સિટ્રોન C3 એરક્રોસનું હવે બ્રાઝિલમાં ગુપ્ત રીતે પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાંથી તેની સાઈઝ અને ડિઝાઈન વિશે માહિતી મળે છે. આ કાર કંપનીના CMP એટલે કે કોમન મોડ્યુલર પ્લેટફોર્મ પર આધારિત હશે. જેનો ઉપયોગ C3 હેચબેક માટે પણ થાય છે. જો કે, પ્લેટફોર્મને તેના પર 3-રો મોડલના મોટા મોડલને ફિટ કરવા માટે અપડેટ કરવામાં આવશે. કારણ કે C3 હેચબેકની લંબાઇ 3.98 મીટર છે જ્યારે નવી C3 એરક્રોસની લંબાઇ 4.3 થી 4.4 મીટરની આસપાસ હોવાની ધારણા છે.
કેવો હશે દેખાવ?
નવી Citroen C3 Aircross એક મોટી C3 હેચબેક જેવી લાગે છે. કાર તેના B-પિલર સુધી સ્ટાન્ડર્ડ C3 જેવી જ દેખાય છે. પાછળના દરવાજા કદમાં મોટા છે અને મોટા કાચના વિસ્તાર સાથે આવે છે. તે નવા બમ્પર, નવા C અને D પિલર્સ, મોટા ગ્રાઉન્ડ ક્લિયરન્સ, પ્લાસ્ટિક બોડી ક્લેડીંગ સાથે 15 અથવા 16 ઇંચના વ્હીલ્સ મેળવી શકે છે.
કેવું હશે ઈન્ટેરિયર?
તેનું ઈન્ટિરિયર C3 હેચબેક જેવું જોઈ શકાય છે. આ સાથે તેમાં અન્ય ઘણા ફીચર્સ પણ હશે. અગાઉના સ્યાય કરવામાં આવેલી તસવીરોથી જાણવા મળે છે કે, તે C3 જેવું જ ડેશબોર્ડ લેઆઉટ, સ્ટીયરિંગ વ્હીલ અને ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ મેળવશે. આ કારની બીજી અને ત્રીજી રોની સીટ ફોલ્ડ કરી શકાય છે.
એન્જિન કેવું હશે?
નવા Citroen C3 Aircrossમાં 1.2L ટર્બો પેટ્રોલ એન્જિન મળી શકે છે, જે 110bhp પાવર અને 190Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ હશે. તેમાં મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ગિયરબોક્સનો વિકલ્પ મળી શકે છે. તેના લોઅર-સ્પેક વેરિઅન્ટમાં, 1.0L 3-સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આપી શકાય છે. આ વેરિઅન્ટ રેનો ટ્રાઈબરને ટક્કર આપી શકે છે.
રેનો ટ્રાઇબર સાથે થશે મુકાબલો
જો આ કાર 1.0L એન્જિન સાથે આવે છે, તો તે બજારમાં રેનો ટ્રાઇબર સાથે સ્પર્ધા કરશે. જેમાં 1.0L પેટ્રોલ એન્જિન મળશે, જે 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડાયેલું હશે.