શોધખોળ કરો
Advertisement
દિવાળી 2020: તહેવારોની સીઝનમાં કઈ કાર કંપની કેટલી આપી રહી છે છૂટ, જાણો
આગામી થોડા દિવસોમાં દિવાળી, ધન તેરસ જેવા તહેવારો આવવાના છે. આ સ્થિતિમાં કાર કંપનીઓ તેમની પ્રોડક્ટ વેચવા અનેક પ્રકારની સ્કીમ અને ઓફર્સ લાવી રહી છે.
નવી દિલ્હીઃ દિવાળીના તહેવારની સીઝન શરૂ થઈ ગઈ છે. કાર કંપનીઓ શાનદાર ઓફર્સ આપી રહી છે. આગામી થોડા દિવસોમાં દિવાળી, ધન તેરસ જેવા તહેવારો આવવાના છે. આ સ્થિતિમાં કાર કંપનીઓ તેમની પ્રોડક્ટ વેચવા અનેક પ્રકારની સ્કીમ અને ઓફર્સ લાવી રહી છે.
મારુતિ સુઝુકી
જાણીતી કાર કંપની મારુતિ સુઝુકી તહેવારની સીઝનને ધ્યાનમા લઈ બંપર ઓફર્સ લાવી છે. જેમાં દરેક મોડલ પર છૂટ આપવામાં આવી રહી છે. સ્વિફ્ટ ડિઝાયર કોમ્પેક્ટ સેડાન પર 40 હજાર રૂપિયા સુધીની છૂટ મળી શકે છે. ડિઝાયર દેશમાં સૌથી વધારે સમય સુધી વેચાયેલી સેડાન પૈકીની એક છે.
હોન્ડા અમેઝ
હોન્ડાની અમેઝ એક્સક્લૂસિવ એડિશન છે. અમેઝ પેટ્રોલ અને ડીઝલ એન્જિનની સાથે મેન્યુઅલ અને સીવીટી ટ્રાન્સમિશનમાં પણ આવે છે. પેટ્રોલ વેરિયંટના મેન્યુઅલ ટ્રાન્સમિશનની કિંમત 7,96,000 રૂપિયા અને સીવીટી ટ્રાન્સમિશનની કિંમત 8,79,000 રૂપિયા છે. આ પ્રકારે ડીઝલ વેરિયંટના મેન્યુઅલ ટ્રાન્સમિશનની કિંમત 9,26,000 રૂપિયા અને સીવીટી ટ્રાન્સમિશનની કિંમત 9,99,000 રૂપિયા છે. હોન્ડા WR-Vના પેટ્રોલ એન્જિનવાળા એક્સક્લૂસિવ એડિશનની કિંમત 9,69,900 રૂપિયા અને ડીઝલ એન્જિનવાળા એક્સક્લૂસિવ એડિશનની કિંમત 10,99,900 રૂપિયા છે. આ બંને કાર ખરીદવા પર કંપની તરફથી વિશેષ છૂટ આપવામાં આવશે.
ટાટાની આ કાર પણ મળી રહી છે છૂટ
ટાટાની ટિયાગો કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમને 25 હજાર રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે. આ ઓફરમાં કન્ઝ્યૂમર સ્કીમ અંતર્ગત 15 હજાર રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે. ઉપરાંત એક્સચેન્જ ઓફરનો લાવ ઉઠાવી શકો છો. ટાટાની ટોગર કાર પર કન્ઝ્યૂમર સ્કીમ હેઠળ 15 હજાર રૂપિયા અને 15 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ મળી શકે છે. ટાટાની ટિગોર કાર ખરીદવા પર તમને 30 હજાર રૂપિયા સુધીનો લાભ મળી શકે છે.
ભાવનગરઃ પતિને અન્ય મહિલા સાથે લફરું હોવાનો પત્ની કરતી શક ને એક દિવસ.......
રાજ્યમાં ક્વોરન્ટાઈન લોકોની સંખ્યા આવી પાંચ લાખથી નીચે, જાણો કેટલા વ્યક્તિ છે ફેસીલીટી ક્વોરન્ટાઈનમાં
Gujarat Corona Cases Update: રાજ્યમાં કોરોનાએ ફરી ઉંચક્યું માથું, આજે 1046 નવા કેસ નોંધાયા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement