શોધખોળ કરો

GST ઘટાડાની મોટી અસર, 2.4 લાખ રૂપિયા સુધી સસ્તી થઈ હ્યુન્ડાઈની Creta અને Venue જેવી કાર

GST Cut Benefits on Hyundai Cars: હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડ (HMIL) એ પણ જાહેરાત કરી છે કે કંપની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સુધારાનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને આપશે

GST Cut Benefits on Hyundai Cars: કાર ખરીદવા માટે આનાથી સારી તક બીજી કોઈ ન હોઈ શકે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (5 ટકા અને 18 ટકા)ના માળખામાં થયેલા ફેરફારની અસર કારની કિંમત પર દેખાવા લાગી છે. ટાટા અને મહિન્દ્રા પછી હવે હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડ (HMIL) એ પણ જાહેરાત કરી છે કે કંપની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સુધારાનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને આપશે. આ પ્રયાસમાં આગળ વધીને કંપનીએ તેની કારની કિંમતમાં 2.4 લાખ રૂપિયા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. મની કંન્ટ્રોલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે હ્યુન્ડાઇએ તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે કારની કિંમતોમાં ઘટાડો 22 સપ્ટેમ્બર 2025 થી અમલમાં આવશે. તહેવારોની સીઝન પહેલા ઓટો ક્ષેત્ર માટે ખૂબ જ આશાસ્પદ સંકેત છે. કાર કંપનીઓએ એવી શક્યતા વ્યક્ત કરી છે કે આનાથી નાની કારના વેચાણમાં વાર્ષિક 10 ટકાનો વધારો થઈ શકે છે. કારણ કે GST દરમાં ઘટાડાની સૌથી મોટી અસર ફક્ત નાની કાર પર જ જોવા મળી રહી છે.

હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ઉનસૂ કિમે જણાવ્યું હતું કે, "અમે ભારત સરકારના પેસેન્જર વાહનો પર GST ઘટાડવાના પ્રગતિશીલ અને દૂરંદેશી પગલાની પ્રશંસા કરીએ છીએ. આ સુધારો માત્ર ઓટોમોટિવ ઉદ્યોગ માટે એક મોટો પ્રોત્સાહન નથી પણ લાખો ગ્રાહકોને સશક્ત બનાવવા, વ્યક્તિગત ગતિશીલતાને વધુ સુલભ અને સસ્તું બનાવવા તરફ એક નક્કર પગલું છે. હ્યુન્ડાઇ ખાતરી કરશે કે અમારી કાર અને SUV ગ્રાહકોને મૂલ્ય, નવીનતા અને ડ્રાઇવિંગનો આનંદ આપતા રહે."

કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ

મોડલ                                                  કિંમતમાં ઘટાડો (રૂપિયામાં)

Grand i10 Nios                                       73,808

Aura                                                78,465

Exter                                                     89,209

i20                                                 98,053

i20 N Line                                          1,08,116

Venue                                                  1,23,659

Venue N Line                                       ,19,390

Venue                                                      60,640

Creta                                                      72,145

Creta N Line                                          71,762

Alcazar                                               75,376

Tucson                                                    2,40,303

હ્યુન્ડાઈએ તેની સૌથી સસ્તી કાર i10 Grand Nios પર 73,808 રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી છે. તેની વર્તમાન કિંમત 5.98 થી 8.65 લાખ રૂપિયાની વચ્ચે છે. કંપનીની સૌથી સસ્તી SUV Exter ની કિંમતમાં 89,209 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેની કિંમત હાલમાં 6 લાખ રૂપિયાથી 10.51 લાખ રૂપિયાની વચ્ચે છે. કંપનીએ ક્રેટાની કિંમતમાં 71,762 રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો છે, જેની શરૂઆતી કિંમત 11.11 લાખ રૂપિયા છે. કંપનીએ ટક્સન SUVની કિંમતમાં લગભગ 2.40 લાખ રૂપિયાનો સૌથી મોટો ઘટાડો કર્યો છે, જેની શરૂઆતી કિંમત 29.27 લાખ રૂપિયાથી થાય છે.

GST સ્લેબમાં શું બદલાવ આવ્યો છે?

નવા દરો હેઠળ નાની કાર પર GST 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. 'નાની કાર' ની વ્યાખ્યા એવા વાહનો માટે છે જેમની લંબાઈ 4 મીટરથી ઓછી હોય અને એન્જિન ક્ષમતા પેટ્રોલ માટે 1,200 cc સુધી હોય અથવા ડીઝલ માટે 1,500 cc સુધી હોય. બીજી તરફ મોટી કાર - એટલે કે, 4 મીટરથી વધુ લંબાઈવાળી કાર અને 1.2 લિટર (પેટ્રોલ) અથવા 1.5 લિટર (ડીઝલ) કરતા મોટું એન્જિન હવે 40 ટકા GST ના દાયરામાં આવશે. પરંતુ મોટી અને લક્ઝરી કાર માટે સૌથી સારી વાત એ છે કે હવે તેમના પર પહેલાની જેમ સેસ નહીં લાગે જે પહેલા 28 ટકા GST ઉપરાંત લગભગ 22 ટકા હતો. જેના કારણે આ મોટી કાર પર ટેક્સ વધીને 50 ટકા થઈ જતો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

19 kmpl માઇલેજ અને 6 એરબેગ્સ સાથે ફેમિલી માટે બેસ્ટ સસ્તી કાર! જાણો કિંમત
19 kmpl માઇલેજ અને 6 એરબેગ્સ સાથે ફેમિલી માટે બેસ્ટ સસ્તી કાર! જાણો કિંમત
50 હજાર ડાઉન પેમેન્ટ પર Alto ખરીદો તો કેટલી આવશે EMI? જાણો સંપૂર્ણ ગણતરી
50 હજાર ડાઉન પેમેન્ટ પર Alto ખરીદો તો કેટલી આવશે EMI? જાણો સંપૂર્ણ ગણતરી
EV કે પેટ્રોલ કાર: લાંબા ગાળે કઈ કાર પડશે સૌથી સસ્તી? અહીં સમજો ખર્ચનું આખું ગણિત
EV કે પેટ્રોલ કાર: લાંબા ગાળે કઈ કાર પડશે સૌથી સસ્તી? અહીં સમજો ખર્ચનું આખું ગણિત
1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી
1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
Embed widget