શોધખોળ કરો
Advertisement
હોન્ડાની Activa થઈ મોંઘી, જાણો કેટલો કરવામાં આવ્યો ભાવ વધારો
હોન્ડાએ Activa 125 સ્કૂટરના ભાવમાં ચાલુ વર્ષે બીજી વખત વધારો કર્યો છે. કંપનીએ આ વર્ષે એપ્રિલ મહિનામાં તેની કિંમત વધારી હતી.
નવી દિલ્હીઃ હોન્ડી ટૂ વ્હીલર્સ ઈન્ડિયાએ તેના બે સ્કૂટર્સની કિંમતમાં વધારો કર્યો છેં. કંપનીએ Dio Activa 125નો ભાવ વધાર્યો છે. કિંમતમાં વધારા બાદ Honda Dio BS6 સ્કૂટરના સ્ટાન્ડર્ડ વેરિયન્ટની કિંમત 61,497 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે DLX વેરિયન્ટની કિંમત 64,847 રૂપિયા થઈ છે. આ કિંમત એક્સ શોરૂમ છે. આ પહેલા પણ કંપનીએ મે મહિનામાં સ્કૂટરની કિંમતમાં વધારો કર્યો હતો.
હોન્ડાએ Activa 125 સ્કૂટરના ભાવમાં ચાલુ વર્ષે બીજી વખત વધારો કર્યો છે. કંપનીએ આ વર્ષે એપ્રિલ મહિનામાં તેની કિંમત વધારી હતી. આ વખતે Activa 125ની કિંમતમાં 955 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. કિંમત વધ્યા બાદ Activa 125ના ડ્રમ બ્રેક મોડલની કિંમત 68,997 રૂપિયા થઈ છે. જ્યારે ડ્રમ અલોય મોડલની કિંમત 72,497 રૂપિયા થઈ ગઈ છે. Activa 125ના ડિસ્ક વેરિયટન્ટની કિંમત 75,997 રૂપિયા છે. આ તમામ કિંમત એક્સ શો રૂમ દિલ્હી છે.
Activa 125નો વિકલ્પ છે Suzuki Access 125
Suzukiનું Access 125 સૌથી લોકપ્રિય સ્કૂટર છે. જે તેના સેગમેંટનું ભરોસાપાત્ર સ્કૂટર છે. તેની ડિઝાઈન અને પરફોર્મન્સ વિશેષતા છે. Suzuki Access 125માં BS6 એન્જિન આપવામાં આવ્યું છે, જે 8.7 PSનો પાવર અને 10 Nm ટોર્ક જનરેટ કરે છે. જે જૂના મોડલની તુલનામાં 0.2 Nm વધારે છે. આ સ્કૂટરમાં ફ્યૂલ ઈન્જેક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્કૂટરની કિંમત 68,800 રૂપિયાથી શરૂ થાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement