EVs થી ખુલશે નોકરીઓની ભરમાર, પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી ઓટો ઇન્ડસ્ટ્રી માટે કહી મોટી વાત
Green Jobs from Electric Vehicles: આજે આખો દેશ આઝાદીની ઉજવણી કરી રહ્યો છે. 78માં સ્વતંત્રતા દિવસના અવસર પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું
Green Jobs from Electric Vehicles: આજે આખો દેશ આઝાદીની ઉજવણી કરી રહ્યો છે. 78માં સ્વતંત્રતા દિવસના અવસર પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું. વડાપ્રધાને દેશના વિકાસની વાત કરી. આ સાથે આવનારા પડકારોને પણ લોકો સમક્ષ મુક્યા હતા. વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી ઓટો ઉદ્યોગ સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ દેશ સમક્ષ રજૂ કર્યા હતા. વડાપ્રધાને તેમના સંબોધનમાં લોકોને ઓટો સેક્ટરમાં ઈલેક્ટ્રિક વાહનોથી લઈને ઉપલબ્ધ નોકરીની તકો વિશે પણ જણાવ્યું હતું.
વડાપ્રધાનો કર્યો ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો ઉલ્લેખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલા કિલ્લાની પ્રાચીરથી પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે લોકોને સંબોધિત કરી રહ્યાં હતા. પીએમએ કહ્યું કે 'આ યોજના ખાસ કરીને મધ્યમ વર્ગને ફાયદો કરશે, જ્યારે તેમનું વીજળી બિલ મફત થઈ જશે'. આ સ્કીમ સાથે જોડતા પીએમએ ઇલેક્ટ્રિક વાહનો અંગે પણ ચર્ચા કરી હતી.
ચાર્જિંગનો ખર્ચ થશે ઓછો
પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી રહી છે. જો લોકો પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સૂર્યમાંથી વીજળી ઉત્પન્ન કરે તો લોકો વાહન મુસાફરીનો ખર્ચ પણ ઘટાડી શકે છે. વડાપ્રધાને તેમના ભાષણમાં સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે સૂર્યમાંથી વીજ ઉત્પાદન દ્વારા ઈલેક્ટ્રિક કાર ચાર્જ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ચાર્જ કરી શકાય છે અને લોકોના ખર્ચમાં પણ ઘટાડો કરી શકાય છે.
પીએમનું ગ્રીન હાઇડ્રૉઝન મિશન
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું કે, અમે ગ્રીન હાઇડ્રોજન મિશન સાથે વૈશ્વિક હબ બનવા માંગીએ છીએ. આ માટે નીતિઓ ખૂબ જ ઝડપી બનાવવામાં આવી છે અને તે નીતિઓ તે જ ઝડપે લાગુ કરવામાં આવી છે. આ સાથે આપણે એક નવી ઊર્જાની દિશામાં જવા માંગીએ છીએ.
Green Jobsની ખુલશે ભરમાર
વડાપ્રધાને ગ્રીન હાઈડ્રોજન મિશનથી દેશને થતા ફાયદાઓ વિશે પણ જણાવ્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે 'આપણે આબોહવા અને ગ્લોબલ વોર્મિંગને લઈને ચિંતિત છીએ, પરંતુ તેમાં ગ્રીન જૉબ્સની વિશાળ સંભાવના છે. જો આવનારા સમયમાં ગ્રીન જૉબ્સનું મહત્વ વધશે તો તેના માટે અમે અમારા યુવાનોને આ ક્ષેત્રમાં તક આપવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ.
આ પણ વાંચો
Independence Day 2024: પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇકને લઇને લાલ કિલ્લા પરથી શું બોલ્યા પીએમ મોદી ?