Maruti WagonRનુ ઇલેક્ટ્રિક મૉડલ ભારતમાં જલ્દી થશે લૉન્ચ, જાણો એકવારના ચાર્જથી કેટલા કિલોમીટર દોડશે
રિપોર્ટ છે કે કંપની પોતાની પૉપ્યૂલર કાર વૈગન-આર (Wagon-R)ના ઇલેક્ટ્રિક મૉડલ લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. અહીં કાર કેટલીય વાર ટેસ્ટિંગ દરમિયાન સ્પૉટ કરવામાં આવી.
નવી દિલ્હીઃ ભારતમાં આગામી સમયમાં ઇલેક્ટ્રિક ગાડીઓનો જમાનો હશે. આવામાં કાર કંપની આ સેગમેન્ટમાં દાંવ લગાવી રહી છે. મારુતિ સુઝુકી પણ હવે ઇલેક્ટ્રિક કારોની રેસમાં સામેલ થવા જઇ રહી છે. રિપોર્ટ છે કે કંપની પોતાની પૉપ્યૂલર કાર વૈગન-આર (Wagon-R)ના ઇલેક્ટ્રિક મૉડલ લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. અહીં કાર કેટલીય વાર ટેસ્ટિંગ દરમિયાન સ્પૉટ કરવામાં આવી.
વર્ષના અંત સુધીમાં થઇ શકે છે લૉન્ચ....
WagonRના ઇલેક્ટ્રિક વર્ઝનને પણ તાજેતરમાં જ સ્પૉટ કરવામાં આવ્યુ છે. આવામાં માનવામાં આવી રહ્યું છે કે કંપની આને લૉન્ચ કરવાની તૈયારીમાં છે. જોકે હાલના લૉકડાઉનના કારણે આની લૉન્ચિંગમાં થોડુ મોડુ થઇ શકે છે. પરંતુ મીડિયા સોર્સનુ માનીએ તો કંપની WagonRના ઇલેક્ટ્રિક મૉડલને આ વર્ષના અંત સુધીમાં લૉન્ચ કરી શકે છે. ખાસ વાત છે કે બહુ જલ્દી કંપની પોતાની પૉપ્યૂલર કાર વૈગન-આર (Wagon-R)ના ઇલેક્ટ્રિક મૉડલ લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે
આટલી હોઇ શકે છે કિંમત.....
આ કારમાં કેટલાય એડવાન્સ્ડ ફિચર્સને સામેલ કરવામાં આવી શકે છે. જોકે હજુ આના વિશે કંપની તરફથી કોઇ જાણકારી નથી મળી. કેટલાક અન્ય રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે WagonR ઇલેક્ટ્રિકની કિંમત લગભગ 9 લાખ રૂપિયાથી શરૂ થઇ શકે છે. ખાસ વાત છે કે એકવાર ફૂલ ચાર્જ કરવા પર 200 કિલોમીટર સુધી આ કાર આરામથી દોડી શકે છે. આ કાર ફાસ્ટ ચાર્જિંગ ઉપરાંત નોર્મલ ચાર્જિંગને પણ સપોર્ટ કરશે. નોર્મલ ચાર્જિંગમાં આ કારને ફૂલ ચાર્જ થવામાં લગભગ 7 કલાકનો સમય લાગી શકે છે.
આની સાથે ટક્કર.....
રિપોર્ટ્સ અનુસાર ફાસ્ટ ચાર્જિંગ મૉડ પર WagonR ઇલેક્ટ્રિક કાર માત્ર એક કલાકમાં જ 80 કલાક સુધી ચાર્જ થઇ શકે છે. કંપનીએ આ કારને ભારતને દરેક કન્ડિશનમાં ટેસ્ટ કર્યો છે. WagonR ઇલેક્ટ્રિકની સીધી ટક્કર ટાટા મૉટર્સ અને મહિન્દ્રા જેવી કાર કંપનીઓ સાથે થશે, જેની કેટલીક ઇલેક્ટ્રિક કારો હાલ માર્કેટમાં ઉપલબ્ધ છે.