ડીલરશીપ પર પહોંચી પ્રથમ ઈલેક્ટ્રિક કન્વર્ટિબલ કાર, 500 કિમી રેન્જ સાથે મળશે આ ફીચર્સ
MG Cyberster ને શક્તિશાળી પ્રદર્શન આપવા માટે બે પાવરટ્રેન વિકલ્પોમાં ઓફર કરવામાં આવે તેવી શક્યતા છે

MG Cyberster In India: MG Motor India એ ભારતમાં પસંદગીના ડીલરશીપ પર તેની મોસ્ટ અવેટેડ Cyberster ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર મોકલવાનું શરૂ કરી દીધું છે. આ માત્ર MG ની પહેલી પરફોર્મન્સ EV જ નથી પરંતુ ભારતની પહેલી ઓપન રૂફ ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર પણ બની છે. આ નવી ઇલેક્ટ્રિક કારમાં ક્યા ક્યા ખાસ ફીચર્સ અને સુવિધાઓ ઉપલબ્ધ મળવા જઈ રહી છે.
MG Cyberster ની ડિઝાઇન તમને પહેલી નજરે જ સુપરકારની યાદ અપાવે છે. તે લો-સ્લંગ સ્ટાન્સ, ઓપન રૂફ અને સ્કિસર ડોર્સ સાથે આવે છે જે આ કારને રસ્તાઓ પર સંપૂર્ણપણે અલગ ઓળખ આપશે.
ઇન્ટિરિયર કેવું છે?
ઇન્ટિરિયર વિશે વાત કરીએ તો તેમાં 3-સ્ક્રીન ડિજિટલ ડેશબોર્ડ, ફાઇટર જેટ જેવું યોક-સ્ટાઇલ સ્ટીયરિંગ વ્હીલ અને સ્પોર્ટી કેબિન મળશે. દરેક ડિઝાઇન એલિમેન્ટ તેને યુવા પેઢી માટે પરફેક્ટ બનાવે છે.
પાવર અને પર્ફોર્મન્સ
MG Cyberster ને શક્તિશાળી પ્રદર્શન આપવા માટે બે પાવરટ્રેન વિકલ્પોમાં ઓફર કરવામાં આવે તેવી શક્યતા છે. પહેલું વર્ઝન સિંગલ મોટર RWD છે, જે શહેર અને હાઇવે ટ્રાવેલ માટે વધુ સારું માનવામાં આવે છે. બીજું વધુ શક્તિશાળી ડ્યુઅલ મોટર AWD વર્ઝન છે જે 536 bhp પાવર અને 725 Nm ટોર્ક પહોંચાડવામાં સક્ષમ છે.
આ બંને પાવરટ્રેન વિકલ્પો સાથે MG Cyberster એક હાઇ પરફોર્મન્સ EV બને છે, જે પરફોમન્સ અને સ્પીડ બંનેને વધુ સારું આપે છે. રેન્જ વિશે વાત કરીએ તો કંપનીનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક કન્વર્ટિબલ એક જ ચાર્જમાં 500 કિમીથી વધુનું અંતર કાપી શકે છે. આ તેને માત્ર શહેરી EV જ નહીં પરંતુ લાંબી સવારી માટે પણ વધુ સારો વિકલ્પ બનાવે છે.
ભારતમાં લોન્ચ અને કિંમત
MG એ હજુ સુધી Cybersterની લોન્ચ તારીખ અને કિંમતની સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ મીડિયા રિપોર્ટ્સ અને ઓટો ઉદ્યોગના અંદાજ મુજબ, તેની શરૂઆતની કિંમત 50 લાખ રૂપિયાથી વધુ હોઈ શકે છે. તેને ભારતમાં CBU (Completely Built Unit) તરીકે લાવવામાં આવશે એટલે કે, તે સંપૂર્ણપણે વિદેશથી આયાત કરવામાં આવશે. તે MG ના પ્રીમિયમ “Select” ડીલરશીપ નેટવર્ક દ્ધારા વેચવામાં આવશે. એટલું જ નહીં, કેટલીક ડીલરશીપ પર તેના માટે કસ્ટમર પ્રીવ્યૂ અને ઈન્ટરસ્ટ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. આ સ્પષ્ટ કરે છે કે Cyberster નું લોન્ચિંગ હવે દૂર નથી.





















