Electric Scooter: Okinawa OKHI-90 ઈલેક્ટ્રિક સ્કૂટર રિવ્યૂ, જાણો શું ઓલા કે એથરથી શ્રેષ્ઠ છે કે નહીં
Electric Scooter: જોકે ડિઝાઇન ઓલા જેવી એગ્રીસિવ નથી. પરંતુ કેટલીક ચીજો તેને અલગ બનાવે છે.
ઈલેક્ટ્રિક સ્કૂટર બજાર મોટા પાયે વેગ પકડી રહ્યું છે અને લગભગ રોજ નવું ઈલેક્ટ્રિક સ્કૂટર બજારમાં આવી રહ્યું છે. જેમાં લેટેસ્ટ લોન્ચ ઓકિનાવા ઓકેએચઆઈ-90 છે. અમે તમારા માટે ફર્સ્ટ લુક રિવ્યૂ લઈને આવ્યા છીએ. ઈલેક્ટ્રિક સ્કૂટરની દુનિયામાં તેની સ્પર્ધા ઓલા અને એથર સાથે થશે. જોકે ડિઝાઇન ઓલા જેવી એગ્રીસિવ નથી. પરંતુ કેટલીક ચીજો તેને અલગ બનાવે છે. જેમકે 16 ઈંચના વ્હીલ. આ મોટા વ્હીલ આપણી સડકના હિસાબે શ્રેષ્ઠ અનુભવ આપશે અને સાથે સાથે ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ હશે. આ લુક પણ સારો છે, જ્યારે ઓલા એસ1ના પૈડાં આકારમાં નાના છે.
આ ઉપરાંત ક્રોમ અને એલઈડી લાઈટિંગ પણ સારી છે. આ ચાર કલરમાં મળે છે. સ્કૂટરને 40 લીટર બૂટ ક્ષમતા સાથે વધારે વ્યવહારિક વિકલ્પના રૂપમાં ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. ફીચર્સની વાત કરીએ તો તેમાં ટર્ન બાય ટર્ન નેવિગેશન, કીલેસ નેવિગેશન, ઓટીએ અપડેટ, જિયો ફેંસિંગ, યુએસબી ચાર્જિંગ, સ્માર્ટફોન કનેક્ટિવટી વગેરે સામેલ છે. ઓકિનાવા કનેક્ટ એપ પણ છે.
પાવર અને રેન્જની વાત કરીએ તો તેમાં 3.6 kWh લિથિયમ આયન બેટરી છે અને 3.8 kW મોટર છે. સ્પોર્ટ્સ મોડમાં ટોપ સ્પીડ 90kmph છે, જ્યારે ઈકો મોડમાં 60kmph છે. જોકે ઓલા એસ1 પ્રો ખૂબ ફાસ્ટ છે તથા પાવર અને સ્પીડ મામલે આગળ છે. રેંજની વાત કરીએ તો ઓકેએચઆઈ-90 માટે 160 કિમી રેંજનો દાવો કરાયો છે. જે એથરથી શ્રેષ્ઠ છે પણ ઓલાથી ઓછી ચે. ઓકિનાવા બેટરી પર ત્રણ વર્ષની વોરંટી આપે છે. એક વખત ચાર્જ થવામાં આશરે 4 કલાકનો સમય લાગે છે.
FAME-II સબ્સિડીના કારણે કિંમત ઘટી છે. દિલ્હીમાં તેની કિંમત 1.03 લાખ રૂપિયા છે, જે 1.21 લાખ રૂપિયાથી ઓછી છે. તે ઓલા એસ1 પ્રો કે અથર 450 એક્સની તુલનામાં વધારે પ્રતિસ્પર્ધી બનાવે છે. ફિચર્સ તથા રેન્જની સારી માત્રા તેને વર્તમાન ઈલેક્ટ્રિક સ્કૂટરમાં સારો વિકલ્પ બનાવે છે.