(Source: ECI/ABP News/ABP Majha)
ભારતમાં લૉન્ચ થયેલી કરોડો રૂપિયાની આ બે સ્પોર્ટ્સ કારોમાં છે ફ્લેટ એન્જિનની સાથે દમદાર ફિચર્સ, જાણો......
બન્ને કારોમાં 7 ઇંચની ટચ સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે, જે પોર્શે કૉમ્યુનિકેશન મેનેજમેન્ટ સિસ્ટમ સાથે જોડાયેલી છે.
નવી દિલ્હીઃ કાર કંપની પોર્શેએ ભારતમાં પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે નવા વર્ષે નવી શરૂઆત કરી દીધી છે. પોર્શે કંપનીએ ભારતમાં બે નવા મૉડલને માર્કેટમાં મુકી દીધા છે. પોર્શેએ 718 Cayman GTS 4.0 અને 718 Boxster GTS 4.0 બન્ને કારોને લૉન્ચ કરી દીધી છે. ખાસ વાત છે કે બન્ને કારોમાં 3995 ccનુ નેચરલી સિક્સ સિલિન્ડર ફ્લેટ એન્જિન છે, જે 394bhp પાવર જનરેટ કરી શકે છે.
દામદાર છે ફિચર્સ
બન્ને કારોમાં 7 ઇંચની ટચ સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે, જે પોર્શે કૉમ્યુનિકેશન મેનેજમેન્ટ સિસ્ટમ સાથે જોડાયેલી છે. આની સાથે જ 4.6 ઇંચની સેમી ડિજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર પણ આપવામાં આવ્યુ છે. સુરક્ષાની દ્રષ્ટિએ આમાં પોર્સે સ્ટેલિબિલિટી મેનેજમેન્ટ કન્ટ્રૉલ ફિચર્સ, ટૉર્ક વેકટરિંગ, ઇલેક્ટ્રો કેમિકલ પાવર સ્ટ્રેયરિંગ, લૉન્ચ કન્ટ્રૉલ અને સોપ્ર્ટ ક્રોનો પેકેજ આપવામાં આવ્યુ છે.
ફિચર્સની વાત કરીએ તો બન્ને કારોમાં કંપનીએ દમદાર એન્જિન આપ્યુ છે. 718 Cayman GTS 4.0 અને 718 Boxster GTS 4.0, બન્ને કારોમાં કંપનીએ ઉમદા કક્ષાનુ 3,995cc નુ નેચરલી સિક્સ સિલેન્ડર ફ્લેટ એન્જિન આપ્યુ છે. જે 394bhp પાવર જનરેટ કરી શકે છે. આ એન્જિન મેન્યૂઅલ ગિયરબૉક્સની સાથે 420Nmનો ટોર્ક કે સાત સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનની સાથે 430Nm પીક ટોર્ક આપે છે.
આ ઉપરાંત કંપનીએ બન્ને રિયર વ્હીલ ડ્રાઇવ મૉડલ આપ્યા છે, અને માત્ર 4.5 સેકન્ડમાં 0થી 100kmph સુધી જઇ શકે છે. જ્યારે ટૉપ સ્પીડ 293kmph છે.
પોર્શે કારોની કિંમત
પોર્શે 718 કેમેન જીટીએસ 4.0 (718 Cayman GTS 4.0) અને 718 બૉક્સસ્ટર જીટીએસ 4.0 (718 Boxster GTS 4.0) દમદાર છે. 718 Cayman GTS 4.0 ની કિંમત 1.46 કરોડ રૂપિયા જ્યારે 718 Boxster GTS 4.0ની કિંમત 1.50 કરોડ રૂપિયા (એક્સ શૉરૂમ) રાખવામાં આવી છે.
આ પણ વાંચો--
ગુજરાતની આ યુનિવર્સિટી બની કોરોનાનું હોટસ્પોટ, 50થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને થયો કોરોના
Porscheએ ભારતમાં લૉન્ચ કરી 2 નવી સ્પોર્ટ્સ કારો, જાણો શું છે કિંમત
નાનું રોકાણ-મોટું ફંડ, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોજ જમા કરો 50 રૂપિયા, તમને મળશે આટલા લાખ રૂપિયા