ભારતમાં Royal Enfield લૉન્ચ કરશે દમદાર ફિચર્સ વાળા આ મોંઘુ બાઇક, જાણો ફિચર્સ વિશે....
રૉયલ એનફિલ્ડ (Royal Enfield) બહુ જલ્દી પોતાની ક્લાસિક 350 (Classic 350) બાઇકનુ નવુ મૉડલ લૉન્ચ કરવા જઇ રહી છે. કંપની આ બાઇકની (Royal Enfield Bike) નેક્સ્ટ જનરેશન લાવવાની તૈયારી કરી રહી છે
નવી દિલ્હીઃ પૉપ્યૂલર ઓટોમોબાઇલ કંપની (Automobile Company) રૉયલ એનફિલ્ડ (Royal Enfield) બહુ જલ્દી પોતાની ક્લાસિક 350 (Classic 350) બાઇકનુ નવુ મૉડલ લૉન્ચ કરવા જઇ રહી છે. કંપની આ બાઇકની (Royal Enfield Bike) નેક્સ્ટ જનરેશન લાવવાની તૈયારી કરી રહી છે. આને ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવ્યુ છે, ત્યારપછીથી એ કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે આ બાઇક બહુ જલ્દી માર્કેટમાં એન્ટ્રી કરશે. રૉયલ એનફિલ્ડનુ (New Royal Enfield) આ મૉડલ હાલના મૉડલ કરતા થોડુ અલગ હશે. જાણો કંપની આમાં શું શું ફેરફાર કરવા જઇ રહી છે.
નવી ક્લાસિક 350 (Classic 350) આ હોઇ શકે છે ફેરફાર....
બાઇકની લીક થયેલી તસવીરોથી જાણવા મળે છે કે નવી Classic 350માં સર્ક્યૂલર હેડલેમ્પની સાથે નવી ડિઝાઇનનુ ક્રૉમ હાઉસિંગ મળશે. ટ્વીન ડાઉનટ્યૂબ ફ્રેમ પર તૈયાર કરવામાં આવી રહી છે. આને બેસ્ટ પરફોર્મન્સ માટે આને લેટેસ્ટ ટેકનોલૉજી વાળા J1D પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી રહ્યું છે. આમાં ટ્યૂબ ટાયર અને ટ્યૂબલેસ ટાયર બન્ને ઓપ્શન આપવામાં આવશે. આ ધાંસૂ બાઇકના ફ્રન્ટમાં 19 ઇંચનુ સ્પૉક વ્હીલ અને બેક સાઇડમાં 18 ઇંચનુ સ્પૉક વ્હીલ આપવામાં આવ્યુ છે. જોકે આના ફ્રન્ટમાં સસ્પેન્શનમાં કોઇ ચેન્જ નથી જોવા મળે.
આવુ હશે એન્જિન....
નવી ક્લાસિક 350માં (Classic 350) 349 ccની ક્ષમતાનુ સિંગલ સિલિન્ડર વાળુ એન્જિન મળશે, જે 27 Nmનો ટોર્ક અને 20.2 bhpનો પાવર જનરેટ કરે છે. આ એન્જિન 5 સ્પીડ ગિયરબૉક્સની સાથે આવે છે. આના ઉપરાંત બાઇકમાં વાઇબ્રેશન ઓછુ કરવા માટે SOHC ટેકનોલૉજીનો યૂઝ કરવામાં આવ્યો છે.
આટલી હોઇ શકે છે કિંમત...
રૉયલ એન્ફિલ્ડ ક્લાસિસ 350ના (Royal Enfield Classic 350) ફિચર્સમાં કંપનીએ ત્રિપલ નેવિગેશન સિસ્ટમની સાથે નવુ ઇન્સ્ટ્રૂમેન્ટ કન્સૉલ પણ આપ્યુ છે. જે સ્પીડ, ગિયર સિસ્ટમ અને ફ્યૂલ ગેઝ રીડિંગ જેવી સૂચના આપશે. આ બાઇકની કિંમત હાલના મૉડલથી સરખામણીમાં વધુ હશે.