(Source: ECI/ABP News/ABP Majha)
હીરો સ્પ્લેન્ડરના આ મોડલ થયા બંધ, જાણો આ કિંમતમાં હવે તમારી પાસે શું છે ઓપ્શન
હીરો મોટોકોર્પએ તેની સ્પ્લેન્ડર સિરીઝની બાઇક માટે કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. સ્પ્લેન્ડર સીરિઝ હવે 500 થી 1000 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. કિંમત વધારા સિવાય બાઇકમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.
હીરો મોટોકોર્પ(Hero MotoCorp)એ તેની લોકપ્રિય સ્પ્લેન્ડર સિરીઝની બાઇક માટે કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. સ્પ્લેન્ડર સીરિઝ હવે 500 થી 1000 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. કિંમત વધારા સિવાય બાઇકમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. સ્પ્લેન્ડર સિવાય હીરો મોટોકોર્પની અન્ય બાઈક પણ મોંઘી થઈ ગઈ છે. અહીં સ્પ્લેન્ડર સિરીઝની બાઇકની સંપૂર્ણ કિંમતનું લિસ્ટ આપવામાં આવ્યું છે.
નોંધનિય છે કે, સ્પ્લેન્ડર પ્લસની કિંમત હવે 69380 રૂપિયા છે, જે પહેલા 68590 રૂપિયા હતી. જ્યારે સ્પ્લેન્ડર પ્લસ i3Sની કિંમત 70700 રૂપિયા છે, જે પહેલા 69790 રૂપિયા હતી. સ્પ્લેન્ડર પ્લસ i3S મેટ શિલ્ડ ગોલ્ડની કિંમત હવે 71700 રૂપિયા છે, જે પહેલા 70790 રૂપિયા હતી. 2022 સુપર સ્પ્લેન્ડર ડ્રમની કિંમત 75700 રૂપિયા છે. જે પહેલા 74700 રૂપિયા હતી. 2022 સુપર સ્પ્લેન્ડર ડિસ્કની કિંમત 79600 રૂપિયા છે, જે પહેલા 78600 રૂપિયા હતી. સ્પ્લેન્ડર પ્લસ 100 મિલિયન, સુપર સ્પ્લેન્ડર ડ્રમ અને સુપર સ્પ્લેન્ડર ડિસ્કને કંપનીએ બંધ કરી દીધા છે.
હીરો સુપર સ્પ્લેન્ડર કમ્યુટર બાઇકમાં BS6 સ્ટાન્ડર્ડનું 124.7ccનું સિંગલ-સિલિન્ડર એર-કૂલ્ડ એન્જિન આપવામાં આવે છે. જે 10.72 બીએચપીનો પાવર અને 10.6 NMનો ટોર્ક જનરેટ કરે છે, જ્યારે સ્પ્લેન્ડર પ્લસમાં 97.2cc સિંગલ-સિલિન્ડર એર-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. જે 8,000RPM પર 7.91બીએચપીનો પાવર અને 6,000RPM પર 8.05Nm ટોર્ક જનરેટ કરે છે.
આ દરમિયાન, કંપનીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેણે માર્ચ 2022માં ટુ-વ્હીલરના 4,50,154 યુનિટ વેચ્યા છે. સ્પ્લેન્ડર-નિર્માતાએ ગયા મહિને સ્થાનિક બજારમાં 4,15,764 ટુ-વ્હીલરનું વેચાણ કર્યું હતું, જ્યારે 34,390 એકમોને એક્સપોર્ટ કરવામાં આવ્યા હતા. આ અંગે કંપનીએ જણાવ્યું હતું કે ગયા મહિને વેચાયેલા એકમો કરતાં આ વધારો છે. કારણ કે તેણે ફેબ્રુઆરી 2022માં 358,254 બાઈક અને સ્કૂટર્સની ડિલિવરી કરી હતી.