શોધખોળ કરો
Toyota લઈને આવી રહ્યું છે નવી SUV, મારૂતિની આ કાર સાથે થશે મુકાબલો
ટોયોટા ભારતમાં નવી સબકોમ્પૈક્ટ એસયૂવી લોન્ચ કરવા જઈ રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આવનારા તહેવારો દરમિયાન કંપની આ કારને બજારમાં લાવશે.
નવી દિલ્હી: ટોયોટા ભારતમાં નવી સબકોમ્પૈક્ટ એસયૂવી લોન્ચ કરવા જઈ રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આવનારા તહેવારો દરમિયાન કંપની આ કારને બજારમાં લાવશે. પહેલા આ કાર ઓગષ્ટમાં લોન્ચ થવાની હતી પરંતુ કોરોના સંકટનના કારણે એવું ન થઈ શક્યું. ટોયોટાની આ કાર મારૂતિ સુઝુકીની વિટારા બ્રેઝા જેવી હશે.
ટોયોટા કિર્લોસ્કર મોટર્સના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ સેલ્સ અને સર્વિસ નવીન સોનીના મુજબ ભારતમાં કોમ્પૈક્ટ SUV કેટેગરીને ખૂબ પસંદ કરવામાં આવે છે. આ સેગમેન્ટ કુલ પેસેન્જર વ્હીકલમાં એકલા જ 10થી 11 ટકા શેર રાખે છે. સોનીએ દાવો કર્યો કે માત્ર SUV એવુ સેગમેન્ટ છે, જેમાં ગત વર્ષે ગ્રોથ નોંધાયો છે. તેમણે કહ્યું અમે લાંબા સમયથી આ સેગમેન્ટનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને હવે અમે આ તહેવારોની સિઝનમાં પોતાની કોમ્પૈક્ટ SUV લઈને આવી રહ્યા છીએ.
નવીન સોનીએ કહ્યું, 'SUV કારોનું વેચાણ ભારતમાં ઝડપથી થઈ રહ્યું છે અને એન્ટી લેવલ સબ- 4 મીટર 4 મીટરથી નાની SUVની બજારમાં વેચાણમાં નિયમિત ગ્રોથ જોવા મળ્યો. આ કદાચ રસ્તાઓની સ્થિતિ અને અન્ય કારણોના કારણે હોઈ શકે છે, પરંતુ એ વાત એકદમ સાચી છે કે કોમ્પૈક્ટ એસયૂવી સેગમેન્ટમાં ગ્રોથ થઈ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બજેટ 2025
બિઝનેસ
Advertisement