Toyota Rumion: મારુતિની અર્ટિગાને ટક્કર આપવા આવી ટોયોટાની 7 સીટર કાર, જાણો ફિચર્સ વિશે
ટોયોટાએ આખરે ભારતીય બજારમાં તેની સૌથી સસ્તી 7-સીટર કાર Toyota Rumion રજૂ કરી છે. આ કારની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી.
ટોયોટાએ આખરે ભારતીય બજારમાં તેની સૌથી સસ્તી 7-સીટર કાર Toyota Rumion રજૂ કરી છે. આ કારની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. Toyotaની આ નવી ઓફર મારુતિ સુઝુકીની પ્રખ્યાત MPV Maruti Ertiga પર આધારિત છે. અત્યારે કારને માત્ર પ્રદર્શિત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં તેની કિંમત અને બુકિંગ વિગતો સત્તાવાર રીતે શેર કરવામાં આવશે. પરંતુ કંપનીના પોર્ટફોલિયોમાં તે એન્ટ્રી લેવલની સૌથી સસ્તી 7 સીટર કાર હશે.
આ કાર પછી ટોયોટા પાસે સૌથી મોટી એમપીવી રેન્જ હશે, જેમાં ઈનોવા ક્રિસ્ટા, ઈનોવા હાઈક્રોસ, વેલફાયર અને હવે રુમિયનનો સમાવેશ થશે. બલેનો પર આધારિત ગ્લાન્ઝાની જેમ જ મારુતિ અર્ટિગા પર આધારિત આ MPVના ઉત્પાદન અને સપ્લાય માટે મારુતિ સુઝુકી જવાબદાર રહેશે. જો કે, કારમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે જે તેને મારુતિ અર્ટિગા કરતા અલગ બનાવે છે.
ટોયોટાનું કહેવું છે કે સંપૂર્ણ નવી ટોયોટા રુમિયનને કમ્ફર્ટ, ફિચર્સથી ભરપૂર પરફોર્મન્સ મેળવવા માંગતા પરિવારોની વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ કાર તેની મોટી કેબિન અને ઈન્ટીરિયરમાં મળતા એડવાન્સ ફીચર્સના કારણે ગ્રાહકોને આરામદાયક ડ્રાઇવિંગ અનુભવ આપશે. કંપનીએ આ કારને પેટ્રોલ એન્જિન તેમજ નિયો ડ્રાઈવ (ઈન્ટિગ્રેટેડ સ્ટાર્ટર જનરેટર - આઈએસજી) ટેક્નોલોજી અને ઈ-સીએનજી ટેક્નોલોજીથી સજ્જ કર્યું છે.
પાવર અને પરફોર્મન્સ
કંપનીએ ટોયોટા રુમિયનમાં 1.5-લિટર K-સિરીઝ એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે Ertigaની જેમ જ CNG વિકલ્પ સાથે ઉપલબ્ધ હશે. પેટ્રોલ મોડમાં આ કાર 75.8 kW પાવર આઉટપુટ અને 136.8 Nm ટોર્ક જનરેટ કરે છે. જ્યારે CNG મોડમાં આ એન્જિન 64.6 kwનો પાવર અને 121.5 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે.
એવરેજ
કંપનીનું કહેવું છે કે નવી નિયો ડ્રાઈવ ટેક્નોલોજી અને ઈ-સીએનજી ટેક્નોલોજી આ કારની એવરેજને વધારે છે. ટોયોટા દાવો કરે છે કે તેનું પેટ્રોલ વર્ઝન 20.51 kmplની એવરેજ આપશે અને CNG વેરિઅન્ટ 26.11 kmpl સુધીની એવરેજ આપશે. આ કાર પેટ્રોલ (નિયો ડ્રાઇવ) અને CNG એટલે કે ઇંધણ બંને વિકલ્પો સાથે ઉપલબ્ધ હશે.
તમને આ ફિચર્સ મળશે
Toyota Rumion 17.78 cm સ્માર્ટ પ્લે કાસ્ટ ટચ સ્ક્રીન ઓડિયો સિસ્ટમ વિથ વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે, 55 પ્લસ ફીચર્સ સાથે ટોયોટા i-Connect, રિમોટ ક્લાઈમેટ કંટ્રોલ, લોક/અનલૉક, સ્માર્ટવોચ કમ્પેટિબિલિટી, વ્હીકલ હેલ્થ મોનિટરિંગ જેવી સુવિધાઓ મળશે. કોઈપણ પ્રકારની ખામીના કિસ્સામાં એલર્ટ સર્વિસ કનેક્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ઓટો કોલિઝન નોટિફિકેશન, ટો એલર્ટ, ફાઇન્ડ માય કાર, પેડલ શિફ્ટર સાથે 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન અને ક્રૂઝ કંટ્રોલ જેવા ફીચર્સ ઉપલબ્ધ છે.
આ કાર મારુતિ સુઝુકીના પ્રખ્યાત હાર્ટટેક પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. આમાં મુસાફરોની સુરક્ષા માટે ડ્યુઅલ ફ્રન્ટ અને ફ્રન્ટ સીટ સાઇડ એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD) સાથે એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ (ABD), એન્જિન ઇમોબિલાઇઝર, સીટ બેલ્ટ રિમાઇન્ડર, હાઇ-સ્પીડ એલર્ટ સિસ્ટમ, ESP, હિલ હોલ્ડ આસિસ્ટ ફોર્સ ફ્રન્ટ સીટ બેલ્ટ પ્રીટેન્શનર્સ જેવી સુવિધાઓ લિમિટર્સ સાથે ઉપલબ્ધ છે.