Hyundai Verna: અહીંયા માત્ર 3.65 લાખ રૂપિયામાં મળી રહી છે હ્યુન્ડાઈ વર્ના, છ મહિનાની વોરંટ પણ મળશે
Used Hyundai Verna: આજે ઘણા લોકો નવી કારના બદલે યૂઝડ કાર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.
Used Hyundai Verna Price in Gurugram: જો તમે હ્યુન્ડાઈ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો પરંતુ નવી કાર ખરીદવાનું બજેટ નથી તો નિરાશ થવાની જરૂર નથી. ઘણી વાર એવું બને છે કે નવી કારનું બજેટ આપણી ધારણા મુજબનું હોતું નથી હાલમાં Hyundai Vernaની પ્રારંભિક કિંમત રૂ. 928,600 (એક્સ-શોરૂમ) છે, જે ટોચના વેરિઅન્ટ માટે વધીને રૂ. 1,532,500 (એક્સ-શોરૂમ) થાય છે. આવી સ્થિતિમાં જૂની કાર સસ્તી મળી જાય તો ખરીદવામાં શું જાય છે.
જૂની હ્યુન્ડાઇ વર્ના ખરીદવાનો વિકલ્પ
તમારી પાસે વપરાયેલી Hyundai Verna ખરીદવાનો વિકલ્પ છે. આવી શોધમાં અમે મહિન્દ્રા ફર્સ્ટ ચોઈસની વેબસાઈટ પર ગયા. જ્યાં અમને ગુરુગ્રામના એક આઉટલેટ પર Hyundai Verna 1.6VTVT SX 2011 મૉડલ મળ્યું. કાર વિશે વધુ માહિતી આપતા પહેલા તમને જણાવી દઈએ કે મહિન્દ્રા ફર્સ્ટ ચોઈસ મહિન્દ્રા ગ્રુપની એક કંપની છે, જે યૂઝ્ડ કારનો વેપાર કરે છે.
Hyundai Verna 1.6VTVT SX 2011 મોડલ
અમે રવિવાર એટલે કે 12મી ડિસેમ્બરે વેબસાઈટ તપાસી ત્યારે અમને Hyundai Verna 1.6VTVT SX 2011 મોડલ મળી આવ્યું. જેની કિંમત રૂ. 3.65 લાખ છે. વેબસાઇટ પર આપવામાં આવેલી વિગતો મુજબ, આ સેડાન કાર પેટ્રોલ એન્જિનથી ચાલે છે. તેણે 64974 કિલોમીટરનું અંતર કાપ્યું છે અને હાલમાં તે ફર્સ્ટ ઓનર છે. કાર સફેદ રંગની છે અને ગુરુગ્રામમાં મહિન્દ્રા ફર્સ્ટ ચોઈસ આઉટલેટ પર ઉપલબ્ધ છે. આ સિવાય વેબસાઈટ પર વધુ માહિતી આપવામાં આવી નથી.
વોરંટી પણ છે
અમે તમને જણાવીએ કે તમારે સારા સોદા માટે કિંમતને લઈ બાંધછોડ કરવી પડશે. આ સિવાય મહિન્દ્રા ફર્સ્ટ ચોઈસ દ્વારા વેચવામાં આવતી કાર પર વોરંટી પણ આપવામાં આવે છે. તેના વિશે પણ વાત કરીએ. જો સારી રીતે વાટાઘાટ કરવામાં આવે તો ઓછામાં ઓછી 6 મહિનાની વોરંટી મેળવી શકો છો.