આથી જિલ્લાના તમામ ખેડૂતોને એક થઈ આ આંદોલન ચલાવે તો ગાંધીનગરમાં બેઠેલા મંત્રીઓ પણ તમારા પગમાં પડી જશે તેમ અંતમાં હાકલ કરી હતી.
2/6
રવિવારે મળેલી સભામાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સરકારે 12 ગામની જમીન હડપી છે કાલે 100 ગામના ખેડૂતોને જમીન પરથી હાંકી કાઢશે તેવી તમામ ખેડૂતોને એક બની સરકારની નીતિ સામે પરિણામ ન મળે ત્યાં સુધી રહેવા હાકલ કરી હતી.
3/6
તેણે જણાવ્યું હતું કે, 12 ગામના ખેડૂતોના આંદોલનને મારો સંપૂર્ણ ટેકો આપું છું અને જ્યારે બોલાવવામાં આવે ત્યારે હું અચૂક હાજર રહીશ એમ જણાવી ભાજપ સરકાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની નીતિ સામે શાબ્દીક ચાબખા માર્યા હતા.
4/6
ભાજપ સરકાર ઉદ્યોગપતિઓને પ્રોત્સાહન આપી રહી છે અને તેને ખેડૂતોની કોઈ ચિંતા નથી તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતાં. સત્તાના મદમાં છકી ગયેલી ભાજપ સરકારને આ 12 ગામના 5000 ખેડૂતોના કોઈ ચિંતા જ નથી.
5/6
ગુજરાતમાં ભાજપના વિધાનસભ્ય છે તેની તરફથી કોઈ મદદની આશા ન રાખવા અને પોતાની લડાઈ જાતે જ લડવી પડશે તેવી હાકલ કરી હતી. ખેડૂતો પોષણક્ષમ ભાવો પાકવીમા આડેધડ જમીન સંપાદન સહિતના અનેક સરકારી દમનનો ભોગ બને છે.
6/6
ભાવનગર: બંદૂકના નાળચે ભાજપ સરકાર ખેડૂતોના અધિકાર છીનવી રહી છે ત્યારે અન્યાય સામે એક બનીને લડવું જ પડશે તેવી હાકલ પાટીદાર નેતા હાર્દિક પટેલે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના બાડીપડવા ગામે આવેલ ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના પાવર પ્લાન્ટ માટે ચાલી રહેલા જમીન સંપાદન સામે જે ખેડૂતો જંગે ચડ્યા છે તેના સંમેલનમાં કરી હતી.